- ભારતના મિસાઇલ કાર્યક્રમ પર ભડક્યું ચીન
- ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના દરખાસ્તનો હવાલો આપી ચિંતા જાહેર કરી
- ભારત આગામી સમયમાં તેની 5000 કિલોમીટર રેન્જની મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે
નવી દિલ્હી: અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પરમાણુ સબમરીન કરારથી ચીન ભડક્યું છે અને હવે ભારતના મિસાઇલ કાર્યક્રમ પર પણ ભડક્યું છે. ચીને વર્ષ 1998ના પરમાણુ પરીક્ષણ બાદ જાહેર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દરખાસ્તનો હવાલો આપી આ ચિંતા જાહેર કરી છે.
રિપોર્ટ અનુસાર ભારત ટૂંક સમયમાં જ અગ્નિ-5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે. ચીનના મીડિયામાં ભારતની આ 5000 કિલોમીટર રેન્જવાળી પરમાણુ મિસાઇલની ચર્ચા ચાલી રહી છે. કારણ કે આ રેન્જમાં ચીનને કેટલાક શહેરો પણ આવે છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, જ્યાં સુધી ભારતની પરમાણુ બેલેસ્ટિક મિસાઇલનો સવાલ છે, UNSCR 1172માં પહેલેથી જ સ્પષ્ટ શરતો છે. દક્ષિણ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા દરેક દેશની જવાબદારી છે અને ચીન આશા રાખે છે કે દરેક દેશો આ અંગે સતત પ્રયાસ કરશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જૂન 1998માં અપનાવવામાં આવેલા UNSC પ્રસ્તાવ 1172નો ઉલ્લેખ કરી રહ્યા હતા. 1998માં ભારતના પરમાણુ પરીક્ષણો બાદ આ દરખાસ્તને લાવવામાં આવી હતી. આ દરખાસ્તમાં લખવામાં આવ્યું હતુ કે ભારત અને પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયાર વિકાસ કાર્યક્રમને તાત્કાલિક બંધ કરી દેશે અને પરમાણુ શસ્ત્રો ટાળી દેશે.
તે ઉપરાંત પરમાણુ હથિયારોની તૈનાતી, બેલેસ્ટિક મિસાઇલનો કાસ તેમજ પરમાણુ હથિયારો માટે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીના કોઇપણ રૂપમાં ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામાં આવશે.