ભારતીય એરફોર્સમાં સામેલ થયેલા મિરાજ-2000 યુદ્ધ વિમાનમાં છે આ ખાસિયત
- પ્રતિકલાક 2336 કિમીની ઝડપ
- ડબલ એન્જિન સાથે 13800 કિલો વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા
- આ યુદ્ધ વિમાનના ઉપયોગ 9 દેશની સેના કરે
દિલ્હીઃ મિરાજ 2000ની ખાસિયત એ છે કે, 2336 કિમી પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે ડબલ એન્જિનવાળુ વિમાન 13800 કિલો વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે. ચોથી પેઢીના આ યુદ્ધ વિમાનને કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ યુદ્ધ વિમાનના ઉપયોગ 9 દેશની સેના કરે છે.
યુદ્ધ વિમાનમાં બે એન્જિન હોવાને કારણે એક ફેલ થયા બાદ બીજા એન્જીનથી કામ કરી શકાય છે અને તેનાથી વિમાન ક્રેસ થવાની સંભાવના ખુબ ઓછી છે. આ વિમાન હવામાં જ દુશ્મનો ખાતમો કરવાની ક્ષમતા રાખે છે. આ મોટી સંખ્યામાં બોમ્બમારો અને મિસાઈલ એટેક કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુદ્ધ વિમાનમાં ડીઈએફએ 554 ઓટોકેન લાગે છે. જેમાં 30 મિમિ રિવોલ્વર પ્રકારના તોપ છે. આ તોપ એક મિનિટમાં 1800 ગોળીઓ છોડે છે. આ વિમાન આકાશમાંથી જમીન ઉપર મારનારી મિસાઈલ અને આકાશમાંથી આકાશમાં મારવાવાળી મિસાઈલ, લેઝર ગાઈડેડ મિસાઈલ મિસાઈલ અને પરમાણુ બોમ્બ સાથેના ક્રુઝને લઈ જવામાં સક્ષમ છે.