મુંબઈઃ આદિવાસી પરિવારોને સમસ્ત મહાજન તરફથી રાશનકીટનું વિતરણ
- અનેક સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલું સમસ્ત મહાજન
- બોરીવલીમાં નૈશનલ પાર્કમાં વસવાટ કરતા આદિવાસીઓને મદદ
- કોરોના મહામારીને પગલે અનેક લોકોની આર્થિક કથડી
મુંબઈઃ દેશમાં કોરોના મહામારીને પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અનેક લોકોએ નોકરી-રોજગારી ગુમાવી છે. જેથી તેઓ ભારે હાલાકીમાંથી પસાર થઈ રહ્યાં છે. બીજી તરફ જરૂરિયાતમંદ લોકોને અનેક સ્વૈચ્છીક સંસ્થા અને સામાજીક આગેવાનો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. દરમિયાન મુંબઈના બોરિવાલી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી પરિવારોમાં સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેમજ સેવાકીય પ્રવૃતિ માટે અનેક દાતાઓ દાન કરે છે. દરમિયાન બોરીવલીમાં નૈશનલ પાર્કમાં વસવાટ કરતા આદિવાસીઓને મદદ કરવા માટે સમસ્ત મહાજન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અહીં રહેતા તમામ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશભાઈ પણ રાશનકીટ વિતરણની સેવાકિય પ્રવુતિમાં જોડાયાં હતા. તેઓ એકવલાયું જીવન જીવતા 80 વર્ષિય વયોવૃદ્ધ મહિલાને લેવા ટ્રસ્ટી પરેશભાઈ ગયા હતા. તેમજ સૌથી પહેલા તેમને રાશનકીટ આપીને પરત ઝુંપડીમાં મુકીને પણ આવ્યાં હતા. આ ઉપરાંત અન્ય પરિવારોને પણ કીટનું વિતરણ કરવામાં આવતા તેમનામાં ખુશી ફેલાઈ હતી.