ગુજરાતઃ CM ભુપેન્દ્ર પટેલે રસીકરણ અભ્યાનને લઈ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેગાડ્રાઈવ યોજવામાં આવી હતી. દરમિયાન એક દિવસમાં રેકોર્ડ બ્રેક 23.68 લોકોને રસી આપવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને શુભકામના પાઠવી હતી.
ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક જ દિવસમાં 23.68 લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં 23,68,006 લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં ૩.97 કરોડ પ્રથમ ડોઝ તેમજ 1.64 કરોડ બીજો ડોઝ મળી કુલ 5.59 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ લગભગ 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.