એલન મસ્કની કંપની Space X એ રચ્યો ઈતિહાસ- ચાર સામાન્ય નાગરીકો અંતરિક્ષની મુસાફરી કરીને પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા
- Space Xએ રચ્યો ઈતિહાસ
- 4 સામાન્ય નાગરીકોને કરાવી મુસાફરી
- Space X સુરક્ષિત પૃથ્વી પર પરત ફર્યું
દિલ્હીઃ-એલન મસ્કની પંતની Space X ચાર સામાન્ય લોકોને સ્પેસની મુસાફરી કરવા મોકલ્યા હતા. હવે આ તમામ લોકો પૃથ્વીની પરિક્રમા કર્યા બાદ સુરક્ષિત રીતે પરત ફર્યા છે. Space Xનું ડ્રેગન કેપ્સ્યુલ ફ્લોરિડાના કિનારેથી એટલાન્ટિક મહાસાગરમાં ઉતર્યું છે.
સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટની ઈન્સ્પિરેશન 4 મિશનમાં ચાર અવકાશયાત્રીઓ હતા, જે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાવી હોંચ્યા છે. આ પ્રથમ વખત છે કે અવકાશયાનના તમામ લોકો સામાન્ય નાગરિક હતા તેમાંથી એક પણ વ્યક્તિને સ્પસની મુલાફરીનો અનુભવ ન હતો. સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ સ્થાનિક સમયાનુસાર સાંજે 7 વાગ્યે સમુદ્રમાં પેરાશૂટથી ઉતર્યું હતું. સ્પેસએક્સ તેની યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ પણ કરે છે.
સ્પેસએક્સે કહ્યું કે સ્પેસક્રાફ્ટ સલામત રીતે ઉતર્યા પછી, તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિશ્વની પ્રથમ નાગરિક માનવ ફ્લાઇટ પૂર્ણ થવાની નિશાની છે. જ્યારે કેપ્સ્યુલ વાતાવરણમાં પ્રવેશી ત્યારે તેની બહારનું તાપમાન 3500 ડિગ્રી ફેરનહીટ સુધી હતું, જોકે કેપ્સ્યુલ એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે મુસાફરોને તકલીફ ન પડે.
ત્યાર બાદ તમામ અવકાશયાત્રીઓ પેરાશૂટ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં સલામત રીતે લેન્ડિંગ થયા હતા. 16 સપ્ટેમ્બરના રોજ, સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન -9 રોકેટ દ્વારા અવકાશમાં પહોંચ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે આ લોકોમાંથી કોઈ પણ વ્યાવસાયિક અવકાશયાત્રી ન હતા.