કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ જેવા શાકની મજા ઘરે જ માણો, ખૂબજ જલ્દી બને તેવા શાકની ટિપ્સ જોઈલો
સાહિન મુલતાની-
- પનીર તથા બટાકાની ચીપ્સનું શાક રેસ્ટોરન્ટ ટેસ્ટનું બનાવો
- ઓછા સમયમાં ખૂબ જ સરસ શાક બનાવી મહેમાનને કરો ઈમ્પ્રેસ
અતિથી દેવો ભવ….આપણી સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન ગણાવામાં આવે છે અને ઘર આગંણે આવેલા મહેમાનને આપણે ચા-પાણી કે ભોજનનો ટાઈમ હોય તો ભોજન વગર પાછા વળાવતા નથી, એમા પણ મહેમાન એટલે કહ્યા વગર અચાનક આવે તે, અને એમા પણ જો સાંજ કે બપોરના જમવાનો વખત હોય અને અચટાનક કોઈ ઘરના આંગણે મહેમાન આવી જોય તો શું કરશો, એમા પણ તમારું ભોજન બની ગયું છે એવી સ્થિતિમાં સ્વભાવિક છે કે તમારે આવેલા મહેમાન માટે અલગથી જમવાનું બનાવું પડે છે અથવા બહારથી મંગાવવું પડે છે, તો આજે આપણે થોડૂક શાક બન્યા બાદ તેમાં કઈ રીતે વધારો કરી શકાય તેની કેટલીક ખાસ ટિપ્સ શીખીશું.
ખાસ કરીને જો અચાનક મહેનામ આવી જાય તો તમે જલ્દીથી સેવ ટામેટાનું શાક બનાવી શકો છો. અથવા તો ગાઠીયા કે સેવમાં ડુંગળી અને દહીં નાખીને કાઠીયાવાડી શાક બનાવી શકો છો, આ બન્ને શાક ખૂબજ ઓછા સમયમાં તૈયાર થાય છે.
અથવા તો તમારું ભોજન બની ગયું હોય એવા સમયે તેમાં જ તમે વધારો કરી શકો છો, જેમકે કોઈ શાકભાજી જેવા કે, રિંગણ-બટાકાનું શાક, ભીંડાનું શાક,દૂધીનું શાક બનાવ્યું હોય તો તમારે એક ડુંગળી અને એક ટામેટું જીણું છીણીને તેને તેલમાં અલગથી સાંતળીને આ મસાલાને તમે બનાવેલા શાકમાં ઉમેરું દો જેનાથી શાકમાં બીજુ એક વ્યક્તિ ખાઈ શકે તેટલો વધારો થશે.
આ સાથે જ જો શાક બાફેલા બટાકાનું હોય કે પછી પનીરનું હોય તો તેમાં ડુંગળી, ટામેટા ,2-4 કાજુ આદુ-લસણની મિક્સ પેસ્ટ બનાવી તેને તેલમાં સાંતળીલો, ત્યાર બાદ તેમાં 1 કપ દૂધ એડ કરીનમે ગ્રેવી કરી લો.
આ સાથે જ પનીર મટર, પનીર આલું કે પછી પનીર મસાલા બનાવવા માટે આ ગ્રેવીનો ઉપયોગ કરી શકો છો, પનીશના શાકમાં ડુંગળીને મોટી મોટી કટ કરીને તથા શિમલા મરચાને કટ કરીને પણ એડ કરી શકો છો,આ રીચે તાત્કાલીક પનીરનું શાક 15 મિનિટમાં રેડી કરી શકો છો, કોઈ પણ પનીરના શાકમાં દૂધ કે મલાઈ એડ કરવી જેથી બહાર જેવો ટેસ્ટ અને રંગ પણ સરસ આવ છે.
જો તમારે અચાનક બીજું કંઈક અલગથી શાક બનાવવું હો. તો ફટાફટ બટાકાને છોલીને ઘોઈ લો ત્યાર બાદ તેને ફિંગર ચિપ્સની સ્ટાઈલમાં કટ કરીલો, હવે તેને ભજીયાની જેમ ભ રતેલમાં તળી લો, હવે કાંદા, લસણ અને ટામેટાની પેસ્ટ બનાવી તેને સાંતળી અંદર તમારા સ્વાદના મરી મસાલા એડ કરીને આ ફિંગર ચિપ્સ નાખી દો, તેનાથી સરસ મજાનું શાક બની જશે.