કાચા સીંગદાણા અને ગોળના મિશ્રણનું કરો સેવન – શરીરમાં રહેશે એનર્જી
ગોળ અનેક ઔષધિ ગુણોથી ભરપુર હોય છે, ગોળ ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે, જ્યારે પણ શરદી,ખાસી કે કફની સમસ્યા થાય ત્યારે આપણે ઘરેલું સારવારમાં સૌ પ્રથમ ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આ રીતે જ મગફળીના દાણા પણ ખૂબજ ગુણકારી છે, જો આ બન્ને ગુણકારી વસ્તુઓનું મિશ્ર સેવન કરવામાં આવે તો આરોગ્ય ખરેખર તંદુરસ્ત બને છે, શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે,અને સારી એવી ઉર્જા પણ તેમાંથી મળી રહે છે જે શરીરને થાકતા અઠકાવે છે.
જાણો પલાળેલી મગફળી સાથે ગોળનું સેવન કેટલું ફાયદા કારક
મગફળીના દાણાને જો રાતે પાણીમાં પલાળીને દરરોજ સારે કાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તેના ઘણા ફઆયદા થાય છે, તો ચાલો જાણીએ આ મિશ્રણ શરીરને કેટલા ફાયદા કરાવ છે,
મગફળીને ગોળ સાથે ખાવાથી શરીરમાં લોહીની માત્રા સુધરે છે, લોહી શુદ્ધ બને છે.આ મિશ્રણમાં પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન , કોપર, સેલેનિયમ જેવા તત્વો ભરપુર માત્રામાં હોય છે જે હ્દય રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે.
પલાળેલી મગફળીનું સવારે ગોળ સાથે સેવન કરવાથી ભરપુર એનર્જી મળે છે, દિવસ દરમિયાન થાક લાગતો નથી, તેને ઉર્જાનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે.એનિમિયા ને દૂક કરવામાં આ વ્સતુનું મિશ્રણ ખૂબ ફાયદો કરાવે છે,તેનાથી હિમોગ્લોબિનની માત્રામાં વધારો થાય છે, ખાસ કરીને મહિલાઓ માટે પલાળેલી મગફળી સાથે ગોળનું સેવન કરવું ખૂબજ હિતાવહ છે.આ મિશ્રણમાં મોટા પ્રમાણમાં ફઆયબર હોય છે જેથી તેનું સેવન પેટ સંબઘિત બીમારીમાં પણ ઘણી રાહત આપવાનું કાર્ય કરે છે.