ભારતીય અર્થતંત્રના વિકાસ માટે દેશને SBI જેવી 4-5 બેંકોની આવશ્યકતા છે: નાણા મંત્રી
- દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણાંમંત્રીનું નિવેદન
- દેશને SBI જેવી અન્ય 4 કે 5 બેંકોની જરૂર છે
- હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે
નવી દિલ્હી: દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, દેશને SBI જેવી 4 થી 5 બેંકોની જરૂર છે અને હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે.
દેશના ઘણા જીલ્લાઓમાં બેંકિંગ સુવિધાઓનો અભાવ છે તેવું નાણામંત્રીએ કબૂલ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ જીલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિનું સ્તર ઘણું ઊંચું છે, પંરતુ બેંકિંગ હાજરી ઓછી છે.
બેંકોને તેમની હાજરી વધારવાના પ્રાયસોમાં વધુ સુધારો કરવા તેઓએ સૂચન કર્યું હતું. તેમણે બેંકોને જણાવ્યું હતું કે, તેમની પાસે શેરીઓમાં નાના પાયે મોડેલ મારફતે બેંકિંગ હાજરી ક્યાં નોંધણી કરવાની જરૂર છે તે નક્કી કરવાનો વિકલ્પ છે.
નાણામંત્રીએ કહ્યું કે જે રીતે દેશની અર્થવ્યવસ્થા નવી દિશા તરફ આગળ વધી રહી છે અને જે રીતે ઉદ્યોગ નવી વસ્તુઓ અપનાવી રહ્યો છે તેનાથી અનેક નવા પડકારો ઊભા થયા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતને માત્ર મોટી સંખ્યામાં જ નહીં પરંતુ વધુ મોટી બેંકોની પણ જરૂર છે.
નાણાંપ્રધાન અનુસાર ભારતને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના કદની અન્ય ચાર કે પાંચ બેંકોની જરૂર છે. અર્થતંત્ર અને ઉદ્યોગોમાં તાજેતરના ફેરફારોની પૃષ્ઠભૂમિમાં વાસ્તવિકતાઓ જે રીતે બદલાઇ છે તેને પહોંચી વળવા માટે આપણે બેંકિંગને વિસ્તૃત કરવાની જરૂર છે.