જે લોકોને વોમિટીંગની સમસ્યા હોય તેમણે આટલી વસ્તુંનું કરવું જોઈએ સેવન,થશે ચોક્કસ ફાયદો
- વોમિટીંગની સમસ્યામાં અજમો,આદુ,લવિંગ કે એલચીનું કરો સેવન
- બને ત્યા સુધી પુરતી ઊઁધ લેવાનું રાખો
સામાન્ય રીતે આજકાલ વર્કિંગ લોકોની સમસ્યા વધી રહી છે, રોજેરોજ સવારે ઘરેથી નીકળીને ઓફીસ પહોંચવું, ખૂબ ભાગદોડ કરવી, વળી રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો અને ટ્રાફિક વચ્ચે પર્દુષણની સમસ્યાતો ખરી જ, આવા સમયે ઘણા લોકોની તબિયત બગડતી પરેતી હોય છે, ખાસ કરીને વધુ ટ્રાવેલિંગ કે ઉજાગરાના કારણે વોમિટિંગની સમસ્યા સર્જાતી હોય છે, રોજબરોજની જે ભાગદોળ વાળી લાઈફ છે તેમાં હવે વોમિટિંગ જેવી સમસ્યાઓ સામાન્ય બનતી જોવા મળી રહી છે ક્યારે વહેલું જોગવાથી તો ક્યારેક થાક લાગવાથી તો વળી ક્યારે પ્રદુષમના કારણે વોમિટ જેવા ઉબકા આવતા રહેતા હોય છે. જે લોકોને અવારનવાર આવી સમસ્યા થતી હોય તેમણે કેટલાક ઘરેલું ઉપચાર કરવા જોઈએ જેનાથી ચોક્કસ ફાયદો થશે.
લીંબુ પણ વોમિટમાં કારગાર સાબિત થાય છે, જ્યારે પણ વોમિટ જેવું ફિલ થાય એટલે લીબું ચૂસવું અને તેનો રસ ગળી જવો જેનાથી વોમિટ ઉબકા બન્નેમાં રાહત થાય છે.
સંચળ પણ વોમિટમાં ઘણો ફાયદો કરાવે છે, જ્યારે પણ ઉબકા જેું લાગે ત્યારે બે ચપટી સંચળને મોઢામાં રાખવો આરામ મળશે
ટ્રાવેલિંગ કરવા જ્યારે પણ ઘરથી બહાર નિકળો છોત્યારે મોઢામાં એક એલચીના દાણા રાખો, જેનાથી તમને ઉબકા નહી આવે.
બને ત્યા સુધી પુરતી ઊઁધ લેવાનુંરાખો, ઉજાગરો થવાથી ઉબકા તથા વોમિટની સમસ્યાઓ થતી હોય છે, ઓછામાં ઓછી 7 કલાકની ઊઁઘ લેવી જોઈએ.
બને ત્યા સુધી ટ્રાવેલિંગમાં હોવ ત્યારે તેળો ખોરાક ખાવાનું ટાળો.આ સાથે જ લવિંગનું સેવન પણ કરવુ જોઈએ. લવિંગ ખાવાથી પેટ સારુ રહે છે અને ઉબકા આવતા અટકે છે.
આ સાથે જ અજમાનો પ્રયોગ પણ વોમિટમાં કારગર નીવડે છે. હું અજમાનો મુખવાસની જેમ ઉપયોગ કરવા લાગી.જેનાથી રાહત મળી હતી.અજમાને ખાવાથી વોમિટ નથી થતી તેમજ ખાવાનું પણ જલ્દી પચી જાય છે.
જો ખૂબ વોમિટ થતી જેના કારણે હું કંઇ ખાઈ ન શકતા હોય તો આદુનો ટૂકડો મોઢામાં રાખવો. આદુથી પણ ઉબકા કે વોમિટ આવતી નથી, ટ્રાવેલિંગમાં આદુ સાથે રાખવું આ સાથે જ ઘરમાં પણ વોમિટ થાય ત્યારે આદુનું સેવન કરવું