- બ્રિટનમાં ઇંધણની ભારે અછત
- 90 ટકા પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા
- સપ્લાય ચેઇન પણ વેરવિખેર થઇ
નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ વિકાસશીલ દેશોમાંથી એક એવા બ્રિટન હાલ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં ઇંધણની ભારે અછતને કારણે 90 ટકા પેટ્રોલપંપ પર ફ્યૂલ ખતમ થઇ ગયું છે. દેશમાં ગભરાયેલા લોકો વધુને વધુને પેટ્રોલ ખરીદવા માટે જ્યાં ત્યાં જઇ રહ્યા છે. જેના લીધે જ્યાં પણ પેટ્રોલ પંપની સપ્લાય ચાલુ છે ત્યાં અરાજકતાની સ્થિતિ પેદા થઇ ગઇ છે. ઇંધણની અછતને કારણે અન્ય ચીજવસ્તુઓની પણ અછત વધી રહી છે. આની અસર બ્રિટનના અર્થતંત્ર પર પડી શકે છે તેવી પણ સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
બીજી તરફ અધૂરામાં પૂરું ત્યાં પેટ્રોલ-ડીઝલની અછતને લીધે બ્રેક્ઝિટ અને ટ્રક ડ્રાઇવરોની સંખ્યા પણ ઓછી થઇ રહી છે. આ કારણે બ્રિટનની સપ્લાય ચેઇન પણ ખોરવાઇ ગઇ છે. રિફાઇનરીથી પેટ્રોલ પંપો સુધી ઇંધણ પહોંચાડવામાં મુશ્કેલી સામે આવી રહી છે. દેશમાં મોટી સંખ્યામાં ટ્રક રોડ કિનારે ઉભા છે પરંતુ એમના ડ્રાઇવર ગુમ થઇ ગયા છે.
પરિસ્થિતિને જોતાં પ્રેસિડન્ટ બોરિસ જોનસન સરકારે ફેલાયેલી અરાજકતા વચ્ચે દેશમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં અછત ઉભી ના થાય એ માટે લાખો પાઉન્ડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. સરકાર દેશવાસીઓને પેનિક શોપિંગથી બચવા માટે અપીલ કરી રહી છે.
રવિવારે બ્રિટનમાં અનેક પેટ્રોલ પંપોને ડ્રાય જાહેર કર્યા પછી બંધ કરવાની ફરજ પડી છે. ગેસ સ્ટેશનોના પણ આજ હાલ છે. આ સ્ટેશનો પર ડીઝલ અને પેટ્રોલ તથા ગેસ ખતમ થઇ ગયા છે.