ઘટસ્ફોટ: પાકિસ્તાનમાં અત્યારે 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય, અમેરિકન કોંગ્રેસે રજૂ કર્યો રિપોર્ટ
- પાકિસ્તાનમાં 12 જેટલા આતંકી સંગઠનો સક્રિય
- અમેરિકન કોંગ્રેસે એક રિપોર્ટમાં કર્યો ઘટસ્ફોટ
- અમુક સંગઠનો તો 1980ના દાયકાથી અસ્તિત્વમાં છે
નવી દિલ્હી: દરેક દેશ જાણે છે કે પાકિસ્તાન હંમેશા આતંકીઓ અને આતંકી સંગઠનોને શરણ આપતું આવ્યું છે અને પાકિસ્તાનને આતંકીઓનો અડ્ડો પણ માનવામાં આવે છે ત્યારે પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોને લઇને અમેરિકી કોંગ્રેસે એક રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં કુલ 12 આતંકી સંગઠનો સક્રિય છે. ક્વાડ સંમેલન પહેલા આ રિપોર્ટ રજૂ કરાયો હતો.
અમેરિકી કોંગ્રેસ દ્વારા આતંકવાદને લઇને એક CRS રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા તેમજ લશ્કર-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનનોને ભારતને નિશાન બનાવા માટે આશરો આપી રહ્યો છે. વાત અહીંયા પૂરી થતી નથી કારણ કે પાકિસ્તાન કુલ 12 જેટલા વિદશી આતંકી સંગઠનોને આશરો આપી રહ્યું છે.
પાકિસ્તાન જેટલા પણ આતંકી સંગઠનોને આશરો આપવામાં આવ્યો છે, તેમાંથી અમુક સંગઠનો તો 1980ના દાયકાથી અસ્તિત્વમાં છે. ક્વોડ શિખ સંમેલનની પૂર્વ સંધ્યાએ અમેરિકી કોંગ્રેસ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જેમા પાકિસ્તાન સંચાલિત આંતકી સંગઠનોના સમૂહને પાંચ વિભાગોમાં વહેચવામાં આવ્યા છે
પાંચ વિભાગ પ્રમાણે એક વૈશ્વિક સ્તરે, એક અફઘાન કેન્દ્રિત, અન્ય એક ભાર અને કાશ્મીરને કેન્દ્રીત ઘરેલું મામલાઓ માટે પણ એક સંગઠન અને પંથ કેન્દ્રીત એક આતંકી સંગઠન એમ કુલ 5 વિભાગોમાં પાકિસ્તાને આતંકી સંગઠનોની વહેચણી કરી કાઢી છે.
લશ્કર એ તૈયબાનું ગઠન 1980માં પાકિસ્તાનમાંજ થયું હતું. જેને 2001માં વિદેશી આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું આ સંગઠનને 26\11ના હુમલા માટે પણ જવાબદાર માનવામાં આવે છે. જૈશ-એ-મહોમ્મદ આંતકી સંગઠનનું ગઠન 2000માં થયું હતું. જેનું ગઠન આતંકી મસૂદ અઝરએ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સીએસઆર રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં અલકાયદા સંગઠન પણ શામેલ છે. જેની ગતિવિધીઓ અફઘાનિસ્તાનમાં ચાલી રહી છે.