અધિકારી બની ગયા પણ ખોટી આદત ન ભૂલ્યા, IAS અધિકારીના બંગ્લામાં જ ધર્મપરિવર્તન થતું, વીડિયો વાયરલ
દિલ્હીઃ કાનપુરમાં સીનિયર આઈએએસ અધિકારી મહંમદ ઈફત્ખારુદ્દીનના સરકારી આવાસમાં ધર્મ પરિવર્તનની પાઠશાળાનો વીડિયો વાયરલ થયો હોવાનું જાણવા મળે છે. અધિકારીના બંગલામાં જમાતના લોકોનો વીડિયો સામે આવતા એડીસીપી (ઈસ્ટ) સોમેન્દ્ર મીણાએ સમગ્ર ઘટનાની તપાસ કરશે. પોલીસ કમિશનર અસીમ અરૂણે તેમને આ જવાબદારી સોંપી છે. આઈએએસ અધિકારીના બંગલામાં કટ્ટરપંથીઓની મહેફિલ જામી હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. ઘરમાં ચાલી રહેલા આ આયોજનમાં ઈફ્તખારુદ્દીન એક ધર્મ ગુરુ સાથે કેટલાક લોકોને ઈસ્લામ ધર્મ અપનાવવાના ફાયદા જણાવી રહ્યાં છે.
सरकारी सेवक का धर्म केवल संविधान होता है।
ये सर्विस कांडक्ट रुल के ख़िलाफ़ है।बाबा साहब ने हमें जो संविधान दिया है उसकी मूल भावना को भी आहत करने वाला है।
ऐसे लोकसेवक़ों पर कठोर कार्रवाई होनी चाहिए।@JPNadda @myogiadityanath @BJP4India @blsanthosh @BJP4UP @shalabhmani pic.twitter.com/qWkWZ1qcAb
— Brij Lal (@BrijLal_IPS) September 28, 2021
આ વીડિયોમાં ઇસ્લામિક વક્તા અધિકારીના બંગલમાં હાજર લોકોને ઈસ્લામ કબુલ કરાવવાના ફાયદા સમજાવવાની સાથે કેટલીક ચર્ચા પણ કરે છે. તેઓ કહે છે કે, સ્લામમાં બહેન-દીકરીને સળગાવાતી નથી. અલ્લાહે આપણને ઉત્તરપ્રદેશના રૂપે એવુ સેન્ટર આપ્યું છે જ્યાંથી સમગ્ર દેશ અને દુનિયામાં કામ કરી શકાય છે. વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે અધિકારી કહેતા નજરે પડે છે કે એલાન કરો કે અલ્લાહની બાદશાહત અને નિજામિયાત પૂરી દુનિયામાં કાયમ કરવાની છે. મુસ્લિમ વક્તા જ્યારે ઈસ્લામિક દાવા કરતા હતા ત્યારે અધિકારી જમીન ઉપર બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં મુસ્લિમ વક્તા દાવો કરે છે કે, પંજાબમાં એક ભાઈએ ઇસ્લામ કબુર કર્યો છે અને તેમને દાવત નથી આપી.
બીજા વીડિયોમાં અધિકારી કહે છે કે, એલાન કરો કેવી રીતે દુનિયામાં લોકો અલ્લાહ અને રસૂલના મિશનને આગળ વધારવામાં આવી. સમગ્ર જમીન અલ્લાહના નિજામ દાખલ કરવું છે. ઉચ્ચ અધિકારીના વીડિયો વાયરલ થયા બાદ એડીસીપી સોમેન્દ્ર મીણાએ વીડિયોની તપાસ શરૂ કરી છે.