પેટમાં ગેસ થવાની સમસ્યા હોય તો હળવાશથી ન લેશો, અપનાવો આ સરળ ટિપ્સ
- પેટમાં ગેસની સમસ્યા છે?
- તો અપનાવો હવે સરળ ટિપ્સ
- પેટની કોઈપણ સમસ્યાને હળવાશથી ન લો
પેટની સમસ્યાને ક્યારેક કોઈ વ્યક્તિએ હળવાશથી લેવી જોઈએ નહી, કેટલાક લોકોને પેટમાં દુખાવાની સમસ્યા હોય તો કેટલાક લોકોને ગેસ થઈ જવાની સમસ્યા હોય. પણ હવે જે લોકોને અવારનવાર ગેસની સમસ્યા હોય તે લોકોએ ચીંતા કરવાની જરૂર નથી. પેટમાં ગેસ બનવાનું મુખ્ય કારણ આપણો ખોરાક હોય છે. જો આહાર યોગ્ય રાખીએ તો ગેસને કારણે થતા દુખાવામાં પણ રાહત મળી શકે છે.
બિનઆરોગ્યપ્રદ લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીની કારણે પેટની સમસ્યાઓ કોમન બની ગઈ છે. વધારે પડતું ખાવાથી પેટમાં એસિડિટી અને ગેસ થાય એ સામાન્ય વાત છે. વધુ પડતા ખાટા કે મસાલેદાર ખોરાક ખાવા કે પછી મોડી રાત સુધી જાગતા રહેવું, ક્યારેક ઓછું પાણી પીવું અથવા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, વગેરે કારણોને લીધે ગેસ બને છે.
મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવાની આદત હોય છે. વધુ પડતી ચા પીવાથી પણ પેટમાં એસિડિટી અને ગેસ પણ થાય છે. તો આ આદત બદલી લેવાની જરૂર છે, સવારે ઉઠીને ચા ને બદલે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું તમારા માટે ફાયદાકારક રહે છે.
ઘરે મળતી હિંગ પાચનમાં મદદ કરે છે. અપચાની સ્થિતિમાં હીંગનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે. ગેસથી હેરાન થતા લોકો ગરમ પાણીમાં એક ચપટી હીંગ લે તો તેમને રાહત મળશે. તેના માટે હિંગને થોડી વાર માટે શેકી લો અને પછી તેને એક ગ્લાસ ગરમ પાણીમાં તેને નાંખીને સેવન કરો. આયુર્વેદ મુજબ અજમો ગેસ ઘટાડવામાં શ્રેષ્ઠ છે. તે પેટના દુખાવામાં પણ મદદ કરે છે. અડધી ચમચી મેથીના દાણામાં બે ચપટી આખું મીઠું મિક્સ કરો, તેને ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવો. તેનાથી ગેસ પણ દૂર થશે સાથે સાથે પાચનમાં પણ મદદ મળશે.
એવું કહેવાય છે કે કાંદા તમને પેટની ઘણી બધી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તે પેટમાં ગેસ કે દુખાવામાં પણ રાહત આપવામાં મદદ કરી શકે છે. કાંદાના રસમાં એક ચપટી હીંગ અને કાળું મીઠું મિક્સ કરીને પીવાથી ગેસ અને ગેસના દુખાવામાં રાહત મળે છે. તે પાચન તંત્રને પણ સારું બનાવે છે.