સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર, પાવાગઢ, દાંડી, અને ધોળાવીરા જવા માટે એસટી ખાસ બસ દોડાવશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા પ્રવાસન ઉદ્યોગ પણ ધમધમવા લાગ્યો છે. પ્રવાસન સ્થળોએ ખાસ બસો દોડાવવા એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓને સરળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મળી રહે તેના માટે એસટી નિગમ પ્રવાસન સ્થળો પર બસ દોડાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોળાવીરા પાવાગઢ દાંડી સહિતના પ્રવાસન સ્થળો માટે 1 ઓક્ટોબરથી એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવશે.જેના કારણે પ્રવાસીઓ સસ્તું ભાડુ અને સલામત મુસાફરી માટે એસટી નિગમ એક્સપ્રેસ અને લોકલ બસ સેવા શરૂ કરાશે.
ગુજરાત એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રવાસન સ્થળો માટે ખાસ એસટી બસો દોડાવવાનું આયોજન કર્યું છે જેમાં વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટીની બસ સવારે 4 વાગ્યે ઉપડશે.11 કલાકે પહોંચાડશે.જ્યારે
સ્ટેસ્યુ ઓફ યુનિટીથી વડનગર બપોરે 1 વાગ્યે ઉપડશે જે સાંજે 8.10 વાગ્યે વડનગર પહોંચાડશે ઉપરાંત
વડનગર- સ્ટેસ્યુ ઓફ યુનિટીની બસ રાતે 9 વાગ્યે ઉપડશે.સવારે 4 વાગ્યે પહોંચાડશે. જ્યારે સ્ટેસ્યુ ઓફ યુનિટી-વડનગર રાતે 9 વાગ્યે ઉપડશે.અને સવારે 4.10 વાગ્યે પહોંચાડશે
અમદાવાદ-પાવગઢ (માંચી)સવારે 5 વાગ્યે ઉપડશે અને સવારે 8.40 વાગ્યે પહોંચાડશે. પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સવારે 9 વાગ્યે ઉપડશે અને બપોરે 12.50 વાગ્યે પહોંચાડશે. ઉપરાંત અમદાવાદ-પાવગઢ (માંચી) બપોરે 1.30 વાગ્યે ઉપડશે અને બપોરે 5.20 વાગ્યે પહોંચાડશે. પાવગઢ (માંચી)-અમદાવાદ એક્સપ્રેસ બસ સાંજે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 9.50 વાગ્યે પહોંચાડશે.
ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ સવારે 9 વાગ્યે ઉપડશે.અને 5.30 વાગ્યે પહોંચાડશે. દાંડી-ગાંધીનગર. એક્સપ્રેસ બસ સવારે 7 વાગ્યે ઉપડશે અને 3.30 કલાકે પહોંચાડશે. ઉપરાંત ગાંધીનગર-દાંડી એક્સપ્રેસ બસ 6.30 વાગ્યે ઉપડશે.અને સવારે 2.55 વાગ્યે પહોંચાડશે. જ્યારે દાંડી-ગાંધીનગર. એક્સપ્રેસ બસ સવારે 5.15 વાગ્યે ઉપડશે અને બપોરે 1.40 પહોંચાડશે.
અમદાવાદ-ધોળાવીરા એક્સપ્રેસ સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4.30 વાગ્યે પહોંચાડશે. જ્યારે
ધોળાવીરા-અમદાવાદ એક્સપ્રેસ બસ સેવા સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 2.30 વાગ્યે પહોંચાડશે
આ ઉપરાંત ભચાઉ-ધોળાવીરા-ભચાઉ લોકલ બસ સેવા, ધોળાવીરા-રાપર-ધોળાવીરા લોકલ બસ સેવા, અંજાર-ધોળાવીરા-ખરોડા લોકલ બસ સેવા, ખરોડા-ધોળાવીરા-અંજાર લોકલ બસ સેવા, ભુજ-ધોળાવીરા-ડુંગરાનિવાંઢ લોકલ બસ સેવા, અને ડુંગરાનિવાંઢ-ધોળાવીરા-ભુજ લોકલ બસ સેવા શરૂ કરાશે