- રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું
- તેઓ લોકો વચ્ચેના સંબંધો તોડી નાખે છે
- મારું કામ જોડવાનું છે
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ ભારતના લોકોની વચ્ચેના સંબંધો તોડી રહ્યા છે. તેઓ કહે છે કે ભારત એક ક્ષેત્ર છે. અમે કહીએ છીએ કે ભારત લોકો છે. સંબંધો છે. આ હિંદુ અને મુસ્લિમની વચ્ચે હિંદુ, મુસ્લિમ અને શીખની વચ્ચે તામિલ, હિંદી, ઉર્દૂ, બંગાળીની વચ્ચેનો સંબંધ છે. પીએમની સાથે સમસ્યા એ છે કે તેઓ સંબંધોને તોડી રહ્યા છે.
કેરળના મલપ્પુરમમાં એક કાર્યક્રમ આયોજીત થયો હતો. જે દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો તેઓ ભારતીયની વચ્ચે સંબંધો તોડી રહ્યા છે. તો તેઓ ભારતના વિચાર પર હુમલો કરી રહ્યા છે. તેથી હું તેમનો વિરોધ કરું છું અને જે રીતે તેઓ ભારતીયની વચ્ચેના સંબંધોને તોડે છે, તે રીતે ભારતના લોકોની વચ્ચે સેતુનું નિર્માણ કરવું મારી પ્રતિબદ્વતા, મારુ કામ અને મારા કર્તવ્ય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દરેક વખતે જ્યારે તેઓ 2 ભારતીયોની વચ્ચે એક સેતનું તોડા માટે નફરતનો ઉપયોગ કરે છે તો મારું કામ તે પુલને ફરીથી બનાવવા માટે પ્રેમનો ઉપયોગ કરવાનું છે અને આ માત્ર મારું નહીં પરંતુ આપણું કર્તવ્ય છે. હું દેશની વિભિન્ન પરંપરાઓ, વિચારો, વિભિન્ન ધર્મો, વિભિન્ન સંસ્કૃતિઓને સમજ્યા વિના એક પુલનું નિર્માણ કરી શકતા નથી.