1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકી સંસદમાં આ બિલ રજૂ થતા જ પાકિસ્તાન લાલચોળ, જાણો શું કહ્યું?
અમેરિકી સંસદમાં આ બિલ રજૂ થતા જ પાકિસ્તાન લાલચોળ, જાણો શું કહ્યું?

અમેરિકી સંસદમાં આ બિલ રજૂ થતા જ પાકિસ્તાન લાલચોળ, જાણો શું કહ્યું?

0
Social Share
  • અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકી સેનેટમાં બિલ રજૂ કર્યું
  • આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઇડ એન્ટ એકાઉન્ટિબિલિટી એક્ટ છે
  • તેનાથી ખાસ કરીને પાકિસ્તાનમાં હોબાળો મચ્યો છે

નવી દિલ્હી: અમેરિકાના એક નિર્ણયને લઇને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના 22 સાંસદોએ અમેરિકી સેનેટમાં એક બિલ રજૂ કર્યં છે. જેને લઇને પાકિસ્તાનમાં ખૂબ જ હોબાળો મચ્યો છે. આ બિલમાં અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી ચૂકેલા તાલિબાન અને તેના સહયોગી દેશો પર પ્રતિબંધ લગાવવાની માગણી કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઇડ એન્ટ એકાઉન્ટિબિલિટી એક્ટ છે. આ પ્રસ્તાવિત બિલમાં એવી પણ માગ કરાઇ છે કે કોઇપણ દેશની સરકાર જો તાલિબાનને મદદ કરતી હોય કે તેને સમર્થન આપતી હોય તો અમેરિકા તે સરકારને રિવ્યૂ કરીને તેના પર સંભંવિત પ્રતિબંધ પણ લગાવે. આ બિલની એક જોગવાઇમાં તાલિબાન માટે સમર્થન પ્રદાન કરનારી સંસ્થાઓમાં પાકિસ્તાનનું નામ પણ લખવામાં આવ્યું છે.

અમેરિકાનો સાથ આપવાના કારણે પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડશે તેવું પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શીરિન મંજારીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, અમેરિકાના આતંકવાદ વિરુદ્વ યુદ્વમાં સહયોગી બનીને સાથ આપવા છતાં પાકિસ્તાને હવે તેની સજા ભોગવવી પડશે.

અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તેના સહયોગીઓની નિષ્ફળતા માટે પાકિસ્તાનને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે તો એકવાર ફરીથી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપવાના કારમે મોટી કિંમત ચૂકવવી પડશે કારણ કે અશરફ ગનીને અફઘાનિસ્તાન છોડતા અને અમેરિકાની અફઘાનિસ્તાનમાં વાપસી બાદ અમેરિકાની સેનેટમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે.

આર્થિક અને સૈન્ય રીતે શક્તિશાળી અમેરિકા અને નાટોએ 20 વર્ષ અફઘાનિસ્તાનમાં રહેવા છતાં કોઈ પણ સ્થિર શાસન માળખા વગર અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનની આ નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ લડાઈ અમારી ક્યારેય નહતી. અમારા 80 હજાર લોકોને નુકસાન પહોંચ્યું. અમારી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું. અમારે અમારા તથાકથિત મિત્ર અમેરિકા દ્વારા 450 ડ્રોન હુમલા ઝેલવા પડ્યા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code