અમદાવાદઃ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર જોવા મળી રહી છે, વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો રહ્યો નથી.
હવામાન વિભાગના જમાવ્યા મુજબ અરબ સાગરમાં ‘શાહીન’ નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જો કે, ગુજરાત પર કોઈ ખતરો નથી. કેમ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આજે ગુરૂવારથી બે દિવસ દરમિયાન કાંઠા વિસ્તારમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડા બાદ હવે શાહીન વાવાઝોડાનું સંકટ માથે મંડરાઈ રહ્યુ હતું. પણ હવે અરબ સાગરમાં ઉઠેલા આ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ફંટાઈ છે. જોકે, તેની અસરના ભાગરૂપે જામનગર.પોરબંદર દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આજથી ત્રણ દિવસ વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે.ઉપરાંત ભરૂચ. સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. એટલુ જ નહિ, આ વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. જેની રફ્તાર 80 થી 90 કિમી સુધી પણ જઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તોફાની પવન અને વરસાદને કારણે તમામ રાજ્યોના તંત્ર એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ગુજરાતના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે અને માછીમારોને દરિયો ખેડવા ન જવા કોસ્ટગાર્ડ દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે.