ગુજરાતઃ પોલીસના નિવૃત ડોગની સંભાળ માટે ડોગ સેન્ટરની સ્થાપના
અમદાવાદઃ ગુજરાત પોલીસે બોમ્બ બ્લાસ્ટ, ચોરી અને લૂંટ સહિતના ગંભીર બનાવોનો ભેદ ડોગ સ્ક્વોડની મદદથી ઉકેલ્યાં છે. પોલીસ તપાસમાં કેસનો પર્દાફાશ કરવા માટે તાલીમબદ્ધ શ્વાનની મદદ લે છે. હવે પોલીસ વિભાગમાં નિવૃત થતા ડોગની સારસંભાળ માટે પ્રથમવાર ડોગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. એક યુનિવર્સિટી સાથે પોલીસે આ અંગે પાંચ વર્ષના એમઓયુ કર્યાં છે. જેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ રીર્સસ માટે ઉપયોગી સાબિત થશે.
આણંદ પોલીસ અને કામધેનુ યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે પાંચ વર્ષના MOU સાથે ગુજરાતમાં પ્રથમ પોલીસ નિવૃત ડોગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેનો ઉમદા હેતુ ગુજરાતભરમાંથી સેવા નિવૃત થયેલા ડોગની વૃધ્ધાવસ્થામાં સારી માવજત અને સેવા કરવાનો છે. આ MOU થી પોલીસ ડોગને સારી સારવાર અને સામે કામધેનુ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને રીર્સસ માટે આગામી સમય માટે ખુબ ઉપયોગી સાબીત થનાર છે. આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ અને કામધેનુ યુનિવર્સીટી રીસર્સ વિભાગના ડાયરેકટર સાથે મોટી સંખ્યામાં પોલિસ અને યુનિવર્સીટીના પદાધિકારીઓ જોડાયા હતા.