1. Home
  2. ગુજરાતી
  3. સતર્ક મહારાષ્ટ્ર પોલીસ,શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ
સતર્ક મહારાષ્ટ્ર પોલીસ,શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ

સતર્ક મહારાષ્ટ્ર પોલીસ,શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ

0
Social Share
  • આતંકવાદીની થઈ ધરપકડ
  • મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ
  • દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર

મુંબઈ :મહારાષ્ટ્રમાં એટીએસ એટલે કે એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, હાલ આ લોકોને આતંકવાદી હોય તેવું જાણવા મળી રહ્યું છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ આતંકવાદીના સંબંધ પણ એ જ આતંકવાદી મોડ્યુલ સાથે સંબંધિત છે, જેમના છ આતંકવાદીઓને 15 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસે એક મોટા કાવતરાનો પર્દાફાશ કરીને પકડ્યા હતા.

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા શંકાસ્પદ આતંકવાદી ઝાકિર હુસેન શેખનો સાથી મોહમ્મદ ઇરફાન રહેમત અલી શેખની ધરપકડ કરવામાં આવી છે. બોમ્બ બ્લાસ્ટ દ્વારા દેશને હચમચાવી દેવાના કાવતરાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત જાણકારી અનુસાર મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી એ એક શંકાસ્પદ વ્યક્તિના મુમ્બ્રા નિવાસસ્થાનમાંથી તૂટેલો મોબાઈલ ફોન અને કેટલાક ચોંકાવનારા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. પાકિસ્તાન સમર્થિત ટેરર મોડ્યુલના સંબંધમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ATS એ રવિવારે થાણે જિલ્લાના મુમ્બ્રામાં રિઝવાન ઈબ્રાહિમ મોમિન (40) ના નિવાસસ્થાન પાસેના ગટરમાંથી તૂટેલો મોબાઈલ ફોન અને કેટલાક ચોંકાવનારા દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

પાકિસ્તાની આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી, તે બહાર આવ્યું કે જે આતંકવાદીઓ આ મોડ્યુલનો ભાગ હતા તેમને રેલવે લાઈન અને પુલ ઉડાડવાની તાલીમ આપવામાં આવી હતી. હવે આ કેસમાં સ્લીપર સેલની ભૂમિકા પણ સામે આવી છે. બે આતંકવાદીઓ ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયા હતા, પરંતુ તેમના પાસપોર્ટ પર કોઈ સ્ટેમ્પ નહોતો. તેમણે ગ્વાહર બંદરથી દરિયાઈ માર્ગ પસંદ કર્યો. ઓમાનથી પાકિસ્તાન જતી વખતે તેણે વચ્ચે વચ્ચે મોટરબોટ પણ બદલી નાખી. આ સાથે, તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તર્જ પર આયોજન કરતું હતું. રેકી કર્યા બાદ વિવિધ સ્થળોએથી લોકોને એક સાથે મળવાનું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code