સિરિયામાં કરવામાં આવેલ એર સ્ટ્રાઈકમાં અલકાયદાનો આતંકી ઠાર મરાયો- અમેરિકી રક્ષામંત્રાલ
- સીરિયામાં થેલી એર સ્ટ્રાઈકને લઈને મોટી માહિતી સામે આવી
- આ એર સ્ટ્રાઈકમાં અલકાયદાનો આતંકી ઠાર મરાયો હતો
દિલ્હીઃ- સીરિયામાં કરવામાં આવેલા ડ્રોન એર સ્ટ્રાઈકને લઈને મોટી માહિતી સામે આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે આ એક સ્ટ્રાઈકમાં અલ-કાયદાનો એક મોટો આંતકવાદી ઠાર મરાયો હતો. આ સમગ્ર બાબતને લઈને ફોક્સ ન્યૂઝમાં અહવાલ આપવામાં આવ્યો છે
ફોક્સ ન્યૂઝઢે આ ખાસ અહેવાલ અમેરિકી સંરક્ષણ અધિકારીના હવાલે આપ્યો છે.ઉલ્લેખનીય છે કે વિતેલા મહિનાની 20 તારીખે સલીમ અબુ-અહમદ સીરિયાના ઇદલિબ નજીક અમેરિકી દ્વારા કરવામાં આવેલા એર હુમલામાં ઠાર મરાયો હતો. ત્યારે હવે અમનેરિકી રક્ષામંત્રાલય તરફથી ફોક્સ ન્યૂઝના અહેવાલ પ્રમાણે સલીમ, ટ્રાઇ-રિજનલ અલ કાયદાના હુમલાના આયોજન, ભંડોળ અને તમામ આંતકવાદી ગતિવિધિઓ માટે જવાબદાર આતંકી હતો
આ સમગ્ર બાબતને લઈને અમેરિકી સંરક્ષણ અધિકારીઓ એ કહ્યું હતું કે નાગરિકોની જાનહાનિના સમાચાર કોી નથી, નાગરિકોને કોઈ નુકાશન પહોંચાડવામાં આવ્યું નથી, વોશિંગ્ટને અલ કાયદા ના આતંકવાદીઓ અને આઇએસના નેતા એવા અબુ બકર અલ-બગદાદીને નિશાન બનાવતા પહેલા ઇદલિબમાં મોટા હુમલાને અંજામ આપ્યો હતો જે પૂર્વીય સીરિયાથી નાસી ગયો હતો અને આ નિસ્તારમાં જ સંતાયેલો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અંદાજે 13 સપ્ટેમ્બરના દિવસે યુએસ એરફોર્સનું લશ્કરી વિમાન, સીરિયન-ઇરાકી સરહદ પરત્રાટક્યું હતું, આ બાબત ઇરાકી મિલિશિયાના સૂત્ર, પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સે સ્પુટનિકને જણાવ્યું હતું.ઈરાક અને સીરિયાની સરહદ પર કરવામાં આવેલ એર સ્ટ્રાઈકમાં બે કારની ટક્કર થી હતી જે સ્ટ્રાઈક કથિત રીતે અમેરિકી સેના દ્રારા કરવામાં આવી હતી, ત્યારે હવે આ એરસ્ટ્રાઈકને લઈને અલકાયદાનો મોટો આતંકી માર્યો ગયા હોવાના એહવાલ સામે આવી રહ્યા છે.