અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થિયેટરની હાલત દયનીય છે. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ માટે જે હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે તેની પણ હાલત ખુબજ દયનીય જોવા મળી છે. ઓપરેશન થિયેટરમાં વરસાદી પાણી ટપકે છે. આ અંગે તબીબોએ સત્તધિશોનું ધ્યાન પણ દોર્યુ હતું.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થિયેટરની હાલત દયનીય છે. ઓપરેશન થિયેટરમાં જ્યાં દર્દીને ઓપરેશન માટે રાખવામાં આવે છે તે સ્થળ અને ઓપરેશન થિયેટરની તમામ ગેલેરી અને ડોક્ટર અને સિસ્ટર રૂમમાં પાણી ટપકતું જોવા મળી રહ્યું છે. માત્ર એક જ જગ્યા નહીં પરંતુ ઓર્થોપેડિક, ઇ.એન.ટી તેમજ અન્ય ઓપરેશન થિયેટરમાં પણ આ લીકેજ થતાં પાણીના કારણે નર્સિંગ સ્ટાફ, ડોક્ટર અને દર્દીઓની હાલત કફોડી બની છે. હોસ્પિટલના સત્તાધીશો પોતાની બેદરકારી છૂપાવવા માટે અનેક પ્રકારના જવાબનું રટણ કરી રહ્યા છે. ઓપરેશન થિયેટરમાં ઇન્ફેકશન લાગવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે પરંતુ આવી જગ્યાઓ પર વરસાદી કેટલા જોખમી બની શકે છે.
એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ માટે જે હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. તેની હાલત પણ ખુબજ દયનીય જોવા મળી છે સરકાર દ્વારા કોરોના વોરિયર તરીકે કરાતું સન્માન માત્ર કાગળ પર છે. સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ વિચાર કર્યા વિના જ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ તેમ છતાં તબીબી લક્ષી સેવાઓ અને તેમાં કામ કરતા કર્મચારીઓને અનેક સમસ્યાઓનુ સમાધાન આજ સુઘી થયુ નથી. સિવિલ હોસ્પિટલમાં PG અને UG હોસ્ટલમા વિદ્યાર્થીનીઓને રહેવા માટે ખંડેર બિલ્ડીંગ આપવામાં આવ્યું હોવાનું જોવાઇ રહ્યુ છે સ્થિતિ એટલી વણસી છે કે અવારનવાર અનેક વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે.