ગુજરાત યુનિ.માં કોમર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ચોઈસ ફિલિંગનો સોમવારે છેલ્લો દિવસ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે બીજા રાઉન્ડ માત્ર પ્રક્રિયા શરૂ થવાની હતી. જેમાં આજે વિદ્યાર્થીઓએ ચોઇઝ ફિલિંગ કરવાની હતી પરંતુ ઓનલાઇન પોર્ટલ પર ચોઈસ ફિલિંગ શરૂ ના થતાં વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતા. જે બાદ મોડા ચોઇઝ ફિલિંગ શરૂ થઈ હતી, જેથી યુનિવર્સિટી દ્વારા એક દિવસની મુદત વધારીને હવે આવતી કાલ તા.4થી ઓકટોબર સુધી ચોઇઝ ફિલિંગ કરી શકાશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આજે શનિ.રવિ જાહેર રજા હોવા છતાં 2 દિવસમાં જ બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ રાખવામાં આવી હતી. પરંતુ સમય પર ચોઈસ ફિલિંગ શરૂ થઈ નહોતી જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા. પરંતુ રજા હોવાથી કોઈ હાજર પણ નહોતું ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા ચોઈસ ફિલિંગ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડા શરૂ થતાં ગુજરાત યુનિવર્સિટીએ એક દિવસની મુદત પણ લંબાવી હતી.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્પ સેન્ટર ચલાવતા યુથ કોંગ્રેસના મંત્રી સુભાન સૈયદે જણાવ્યું હતું કે, રજાના દિવસમાં જ યુનિવર્સિટીએ ચોઈસ ફિલિંગ રાખી હતી પરંતુ યુનિવર્સિટીમાંથી જ કોઈ સત્તાધીશો હાજર રહ્યાં નહોતા જેથી વિદ્યાર્થીઓએ રૂબરૂ આવતા મુશ્કેલી થઈ હતી. આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન અને પ્રવેશ સમિતિના કન્વીનર જશવંત ઠક્કરે જણાવ્યું હતુ કે, ચોઈસ ફિલિંગ મોડા શરૂ થતાં વિદ્યાર્થીઓની રજૂઆત મળી હતી. જેને ધ્યાનમાં રાખીને 2 દિવસની જગ્યાએ 3 દિવસ સુધી ચોઈસ ફિલિંગ થઈ શકશે. 4 ઓકટોબર સુધી વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કરી શકશે અને તે દરમિયાન કોઈ મુશ્કેલી આવશે તો ઇન્ફોર્મેશન સેન્ટર પરથી 4 ઓકટોબરથી મદદ મેળવી શકશે.