- અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ
- આ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા
- જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક નાગરિકોના મોતની આશંકા છે. તાલિબાને આ જાણકારી આપી છે. જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ હુમલો ISIS-K એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન દ્વારા કરવામાં આવ્યો છે. તે વૈશ્વિક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખા ચે. ISISને તાલિબાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર, તાલિબાની અધિકારી પ્રમાણે અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમાં એક મસ્જિદની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે. આમાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે.
બોમ્બ વિસ્ફોટ કાબુલની ઇદગાહ મસ્જિદના પ્રવેશદ્વારા નજીક થયો હતો. જો કે, આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે તે અંગે તાલિબાન સરકારે કશું કહ્યું નથી.
તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ રવિવારે બપોરે એક ગીચ સ્થળે થયો હતો. મુજાહિદે કહ્યું કે આજે લંચ બાદ મસ્જિદના ગેટ પાસે અચાનક વિસ્ફોટ થયો હતો. તે સમયે ત્યાં ઘણા લોકો હતા, તેથી નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા છે.
અન્ય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુજાહિદની માતાનું ગયા અઠવાડિયે અવસાન થયું હતું. જેને લઈને લોકોને પ્રાર્થના સભા માટે રવિવારે મસ્જિદમાં બોલાવવામાં આવ્યા હતા. આ સ્પષ્ટપણે બતાવે છે કે હુમલામાં તાલિબાનને નિશાન બનાવવામાં આવ્યું છે.