મેડિસિન ક્ષેત્રમાં ડેવિડ જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર
- આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ
- આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર અપાયા
- તેમના આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો
નવી દિલ્હી: આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમના આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ કમિટીના મહાસચિવ થોમલ પર્લમૈને નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી.
આ અંગે નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે કઇ રીતે ડેવિડ અને આર્ડમે આ શોધ કરી જેના માટે તેમને સન્માનિત કરવામાં આવે છે. આપણી ત્વચા પર રહેલ નસો પર તાપમાન કે દબાવની અલગ અલગ અસર થાય છે. આ વૈજ્ઞાનિકોની સામે હંમેશા એક રહસ્ય બનેલું હતું કે આખરે તાપમાન, ગરમ કે ઠંડક કે સ્પર્શને કઇ રીતે ડિટેક્ટ કરવામાં આવે છે અને નર્વ ઇમ્પલ્સમાં બદલીને નર્વસ સિસ્ટમને તે ભાગ સુધી પહોંચાડવામાં આવે છે જ્યાં તેઓ અર્થ આપણા શરીરને સમજમાં આવે છે. નવી શોધે આ સવાલનો જવાબ આપ્યો છે.
BREAKING NEWS:
The 2021 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to David Julius and Ardem Patapoutian “for their discoveries of receptors for temperature and touch.” pic.twitter.com/gB2eL37IV7— The Nobel Prize (@NobelPrize) October 4, 2021
આપને જણાવી દઇએ કે ગત વર્ષે મેડિસિનનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપથી ત્રણ વૈજ્ઞાનિક હાર્વે જે આલ્ટર, માઇકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇસને મળ્યું હતું, જેમણે લિવરને નુકસાન પહોંચાડનાર હેપેટાઇટિસ સી વાયરસની શોધ કરી હતી.
નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજી પ્રોફેસર જૂલિન ઝીરથે કહ્યુ- અલ્ફ્રેડ નોબેલે જ્યારે ફિઝિયોલોજી કે મેડિસિનને નોબેલ પ્રાઇઝના લિસ્ટમાં સામેલ કર્યું હતું, ત્યારે તે પોતાની ઈચ્છાને લઈને સ્પષ્ટ હતા. તેમણે વિશેષ રૂપથી કહ્યું હતું કે તે એક એવી શોધની પ્રતિક્ષામાં છે, જેનાથી માનવ જાતિને લાભ થયો હોય.
નોંધનીય છે કે, નોબેલ પુરસ્કાર જીતનારને એક ગોલ્ડ મેડલ તેમજ 10 મિલિયન સ્વીડિશ ક્રોનોર (1.14 મિલિયન ડૉલર) પુરસ્કાર રકમ મળે છે. આ પુરસ્કાર રાશિ અલ્ફ્રેડ નોબેલની વસીયતથી આવે છે. જેમનું નિધન વર્ષ 1895માં થયું હતું. આપને જણાવી દઇએ કે મેડિસિન સિવાય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને ઇકોનોમિક્સમાં પણ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.