- ડ્રગ્સ કાંડમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખના પુત્ર આર્યનની મુશ્કેલી વધી
- આર્યન ખાનને 7 ઑક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલી દેવાયો
- આર્યન ખાનની વધુ પૂછપરછ કરવામાં આવશે
મુંબઇ ડ્રગ્સ કાંડમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી છે. આર્યન ખાનને 7 ઑક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કોર્ટમાં સુનાવણી દરમિયાન NCB તરફથી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું હતું કે, આર્યન ખાનની વોટ્સએપ ચેટથી માહિતી મળે છે કે તેણે ડ્રગ્સ માટે કેશ ટ્રાન્ઝેક્શન કર્યા છે. આર્યન ખાનના વોટ્સએપ ચેટથી કઇ જાણકારી મળી છે. જેની અમારે તપાસ કરવાની છે.
અનિલ સિંહે આ અંગે વધુ કહ્યું હતું કે, આર્યન ખાન વોટ્સએપ પર ડ્રગ્સ પેડલરની સાથે ડ્રગ્સની વાતો કોર્ડ વર્ડમાં કરતા હતા. તેમણે કહ્યું કે આર્યન ખાન ઉપરાંત બાકીના આરોપી પણ રેકેટ તરીકે કામ કરી રહ્યા હતા. આ મામલામાં 5 આરોપીઓની તપાસ ચાલી રહી છે. આ સિવાય 8 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે.
આર્યન વિદેશમાં પણ દવાઓ લેતો હતો, તેથી NCB આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ શોધવા માંગે છે. આથી તેઓ આર્યન અને અન્ય આરોપીઓના રિમાન્ડ માંગી રહ્યા છે. તેની પૂછપરછથી આ મામલે વધુ ખુલાસાઓ થશે.