રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડનારને સરકાર આપશે ઈનામઃ રોકડ રકમ સહીત પ્રમાણ પત્ર અપાશે
- રોડ કસ્માતમાં મદદ કરનાર માટે સરકારનું સરહાનિય કાર્ય
- મદદકરનારને આપશે ઈનામ
- રોકડ રકમ સહીત સન્માન પત્ર આપવામાં આવશે
દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલે મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે હવે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જનારા નાગરિકો માટે સરકારે ખાસ સરહાના દાખવી છે, આ હેઠળ મદદ કરનારને રોકડ પુરસ્કાર અને પ્રશંસા પત્ર ેનાયત કરવામાં આવશે
આ યોજના હેઠળ, જિલ્લા વહીવટીતંત્ર એક સારા નાગરિકને વર્ષમાં મહત્તમ પાંચ વખત 5 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી શકશે. જ્યારે દર વર્ષે યોજાતા સરકારી સન્માન સમારોહમાં તેમને એક લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. આ યોજના માર્ચ 2026 સુધી ચાલશે. તેનો હેતુ સામાન્ય નાગરિકોને અકસ્માતમાં રસ્તા પર પડેલા ગંભીર રીતે ઘાયલોની અવગણના કરવાને બદલે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે પ્રેરિત કરવાનો છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નાગરિકો માટે સુવર્ણ કલાકમાં હોસ્પિટલ-ટ્રોમા સેન્ટર ખાતે પુરસ્કાર યોજના સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે.ઉલ્લખેનીય છે કે વિતેલા વર્ષે મંત્રાલયે વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવાની અને માર્ગ સલામતી પર કામ કરતા ટ્રસ્ટો, એનજીઓ, સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના શરૂ કરી છે.
હવે નવી યોજનામાં, કોઈ પણ વ્યક્તિને બીજાની એક સમયની મદદ માટે 5 હજાર રૂપિયાની રકમ આપવાનું નક્કી કર્યુ છે. આ યોજના 15 ઓક્ટોબર 2021 થી માર્ચ 2026 સુધી ચાલશે.રાજ્ય સરકારો આ રોકડ યોજના માટે અલગ બેંક ખાતું ખોલશે. કેન્દ્ર સરકાર તેમને પ્રારંભિક તબક્કામાં પાંચ લાખ રૂપિયા આપશે.
માર્ગ પરિવહન મંત્રાલય નવું પોર્ટલ શરૂ કરશે. જિલ્લા વહીવટીતંત્રે દર મહિને ઈજાગ્રસ્તોને મદદ કરનાર નાગરિકનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઘટનાની માહિતી વગેરે વિગતો આ પોર્ટલ પર દાખલ કરશે. આ સિવાય સ્થાનિક પોલીસ અથવા હોસ્પિટલ-ટ્રોમા સેન્ટર એડમિનિસ્ટ્રેશન પણ પોર્ટલ પર આ માહિતી અપલોડ કરી શકશે