‘જેવા સાથે તેવા’ – બ્રિટનથી આવેલા 700 યાત્રીઓને 10 દિવસ માટે ફરજિયાત ક્વોરોન્ટાઈન માટે મોકલાયા
- બ્રિટનના યાત્રીઓ સાથે ભારતનું કડક વલણ
- 10 દિવસ ફરજિયાક રહેવું પડશે ક્વોરોન્ટાઈન
- 700 યાત્રીઓને ક્વોરોન્ટાઈન માટે મોકલાયા
દિલ્હીઃ- થોડા સમય પહેલા બ્રિટને ભારતથી જતા યાત્રીઓ માટે ફરજિયાત ક્વોરોન્ટાઈનનો આદેશ આપ્યો હતો ત્યારે હવે ભારતે પણ બ્રિચન સામે પોતાનું કડક વલણ દાખવ્યું છે,બ્રિટનની મુસાફરી પ્રતિબંધો પર “જેવા સાથે તેવા’ની નીતિના ભાગરૂપે, સોમવારે લંડનથી દિલ્હી પહોંચેલા 700 મુસાફરોને આરટીપીસીઆર પરીક્ષણ કર્યા બાદ 10 દિવસના ફરજિયાત ક્વોરોન્ટાઈન હેઠળ મોકલવામાં આવ્યા હતા. આ પહેલા બ્રિટને 4 ઓક્ટોબરથી નિયમો હળવા કર્યા હતા પરંતુ ભારતથી આવતા મુસાફરો માટે ક્વોરેન્ટાઇનની શરત ફરજિયાત રાખી હતી.
મળતી માહિતી પ્રમાણે નવા વિઝા નિયમો રવિવારે મધરાતથી અમલમાં આવ્યા હતા,ત્યાર બાદ બ્રિટનથી ત્રણ ફ્લાઇટ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચી હતી. વિમાનમાં 700 જેટલા મુસાફરો ઉતર્યા હતા, જેમાં ઘણા બ્રિટીશ નાગરિકો પણ હતા.
દિલ્હી સરકારની એક ટીમ એરપોર્ટ પર તૈનાત હતી અને આ તમામ મુસાફરોના રહેવાના સ્થળનું સરનામું નોંધ્યું હતું.જ્યા દસ દિવસ માટે તેઓ એ ક્વોરોન્ટાઈનમાં રહેવું પડશે. આ સાથે જ દેખરેખ પણ રખાશે કે તેઓ નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહી.
બ્રિટનમાં સોમવારથી ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મુસાફરીના નિયમો અમલમાં આવ્યા છે, જે 50 થી વધુ દેશોના સંપૂર્ણ વેક્સિનેશન લીધેલ પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇન અને કોરોના પરીક્ષણો ફરજિયાત બનાવશે નહીં. ભારત સહિત ઘણા વિકાસશીલ દેશોને આ દેશોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. બ્રિટને નવા પ્રવાસ નિયમો હેઠળ કેનેડા, જાપાન અને સંયુક્ત આરબ અમીરાત સહિત 18 દેશોના સંપૂર્ણ વેક્સિનેશન થયેલા પ્રવાસીઓ માટે દેશમાં પ્રવેશ સરળ બનાવ્યો છે.