- એન્ડ્રોઈડ 12 માટે તૈયાર રહેજો
- નવા ફિચર્સ મળશે યુઝર્સને
- જાણો સમગ્ર જાણકારી
ગૂગલ પિક્સલનો ઉપયોગ કરતા લોકો માટે મહત્વની જાણકારી મળી રહી છે, જાણકારી એવી છે કે ગૂગલ પિક્સલ પોતાના યુઝર્સ માટે એન્ડ્રોઈડ 12નું સ્ટેબલ વર્ઝલ લોન્ચ કરશે. એન્ડ્રોઇડ 12 ખૂબ જ આકર્ષક છે, પરંતુ જેમને નાના મેનુ અને સરળ બટન્સ પસંદ છે, તેમના માટે થોડી મુશ્કેલી સાબિત થઇ શકે છે.
એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઈડ પર અત્યારસુધી જોવા મળેલ શ્રેષ્ઠ ડિઝાઇન્સ પૈકી એક છે. નવા વર્ઝનમાં વધુ સારા અને સરળ ફીચર્સ ઉપલબ્ધ બનશે.
આ એનિમેશન સમય જતા કોઇ સમસ્યા ઉભી કરશે નહીં. તેની પાછળનું કારણ છે કે, એન્ડ્રોઇડ કોર આર્કિટેક્ચર બેકગ્રાઉન્ડમાં 20 ટકાથી ઓછો CPU પાવરનો ઉપયોગ કરે છે. જે જૂના સ્માર્ટફોન્સ પર સારી રીતે નવી ડિઝાઇન અને એનીમેશનનું સંચાલન કરે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો લોક સ્ક્રિનને પણ વધુ ડાયનામિક બનાવવામાં આવી છે. પાવર બટન પ્રેસ કરવાથી બટનની બાજુથી ધીમે-ધીમે સ્ક્રિન દેખાશે, જો તમે નીચેથી પ્રેસ કરશો તો સ્ક્રિન ત્યાંથી દેખાશે. ગૂગલના કહેવા અનુસાર આ વર્ઝન માત્ર શ્રેષ્ઠ ડિઝાઇનના કારણે જ ખાસ નથી. યૂઝર્સ માટે ગૂગલે ખાસ પ્રાઇવસી ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું છે. જે ખરેખર તમામ પ્રાઇવસી ફિચર્સ અને પરમિશન એક જ જગ્યાએ પૂરી પાડશે. આ ડેશબોર્ડમાં તમે માઇક્રોસ્કોપિક અને ગ્રાફિકલ વ્યૂ દ્વારા જાણી શકશો કે તમારા ફોનમાં કઇ એપ ક્યા ફીચર્સનો ઉપયોગ કરી રહી છે અને તમને મેનેજ પરમિશન ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.
જેમ કે એપલ પાસે એપ પ્રાઇવેસી પરમિશન છે. જોકે, તેણે એન્ડ્રોઇડ પ્રાઇવેટ કોમ્પ્યૂટ કોર સ્પર્શ કર્યો છે જે ઘણા કાર્યો કરવાની ખાતરી આપે છે. જેવી કે, લાઇવ કેપ્શનિંગ અને સેન્સીટીવ ગૂગલ સ્પીચ ટ્રાન્સ્લેટ ડેટા- કોઇ પણ નેટવર્ક એક્સેસ વગર. આ પ્રાઇવેસી માટે એક સકારાત્મક પગલું છે, પરંતુ કંઇક એવું છે જેમાં મોટા મુદ્દાઓ કે પ્રશ્નોને નજરઅંદાજ કરી દેવામાં આવે છે.અન્ય ફીચર્સમાં ગૂગલે વધુ કેમેરા એલ્ગોરિથમ્સની જાહેરાત કરી છે, જે માત્ર એન્ડ્રોઇડ 12 સુધી જ સિમિત નહીં રહે.