LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે છે.
એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ વાયુસાનાના 89માં સ્થાપના દિવસ પહેલા આજના વાર્ષિક સંવાદદાતા સંમેલનમાં સવાલોના જવાબમાં કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીન મોટી સંખ્યામાં સૈન્ય તૈયારીઓ કરી રહ્યું છે. પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડરવાની જરૂર નથી અને વાયુ સેના ઉપર તેની કોઈ અસર નહીં થાય અને વાયુ સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.
તેમણે વધુમાં કહ્યું કે, એનાથી વધારે ચિંતા એ વાતની છે કે, ક્યાંક ચીન પાકિસ્તાનના મહત્વપૂર્ણ સૈન્ય સ્થળોનું હસ્તાંતરણ ના કરે. વાયુસેના બે મોરચા પર એક સાથે કોઈ પણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. બદલાયેલી પરિસ્થિતિમાં જરૂરિયાત આ વાતની છે કે આપણે મલ્ટી ડોમેન ક્ષેત્રમાં યુદ્ધ કરવાની શ્રમતા હાંસલ કરી લીધી છે.