ટી 20 ક્રિકેટઃ સિક્સર ફટકારવામાં ખાસ રેકોર્ડ બનાવ્યો રોહિત શર્માએઃ આમ કરનારા તે પ્રથમ ભારતીય
- ટી 20મા રોહિત શર્માએ સિક્સ ફટકારવામાં બનાવ્યો રેકોર્ડ
- આમ કરનાર તે પ્રથમ ભારતીય બન્યા
- આ શ્રેણીમાં ક્રિશ ગેલ પ્રથમ સ્થાને છે
દિલ્હીઃ- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં વિતેલા દિવસને મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે એક ચોક્કો અને બે સિક્સ ફટકારી હતી. શ્રેયસ ગોપાલની બોલ પર સિક્સર ફટકારતા જ રોહિતે ટી 20 ક્રિકેટમાં 400 સિક્સર લગાવવાનો આંકડાને સ્પર્શ કરી લીધો છે. રોહિતે ટી 20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકાર્યા છે. ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેમણે 1042 સિક્સર ફટકારી છે.
A SI6⃣NATURE Hitman record 🔥💙
Rohit Sharma becomes the first Indian batter to achieve this feat 🙌#OneFamily #MumbaiIndians #IPL2021 #RRvMI @ImRo45 pic.twitter.com/ZeLlhtkdid
— Mumbai Indians (@mipaltan) October 5, 2021
રોહિત ભારત માટે 400 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિતે હવે ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરના કેપ્ટન એરોન ફિન્ચને પણ પાછળ પછાડ્યો છે. ફિંચના ખાતામાં 399 ટી 20 સિક્સર છે. ડેક્કન ચાર્જર્સ, ઇન્ડિયા, ઇન્ડિયા એ, ઇન્ડિયન્સ, મુંબઇ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે રોહિતે આ સિક્સર ફટકારી છે.
ગેઈલ ટી 20 ક્રિકેટમાં 1000 થી વધુ સિક્સર ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. કીરોન પોલાર્ડ બીજા નંબરે છે, જેમણે 758 સિક્સર ફટકારી છે અને આન્દ્રે રસેલ 510 ટી 20 સિક્સર સાથે આ યાદીમાં ત્રીજા નંબરે છે. રોહિત હવે ટી -20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર લગાવનારની યાદીમાં સાતમા સ્થાન પર જોવા મળે છ
વિતેલી મેચની જો વાત કરવામાં આવે તો પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 90 રન જ બનાવી શકી અને મુંબઈ ઈન્ડિયન્સે 94 રન બનાવ્યા બાદ 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી અને મેચ જીતી લીધી.