1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોલસાની અછતઃ ગુજરાતમાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવાના ભણકારાં
કોલસાની અછતઃ ગુજરાતમાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવાના ભણકારાં

કોલસાની અછતઃ ગુજરાતમાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાવાના ભણકારાં

0
Social Share

ગાંધીનગરઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે દેશભરમાં કોલસાની અછત સર્જાવવાની દહેશત ઊભી થઈ છે. તેના લીધે કોલસાથી સંચાલિત અનેક વીજ પાવર સ્ટેશનને અસર પડી શકે તેમ છે. ગુજરાતમાં પણ હાલ સરકાર દ્વારા કોલસાથી ચાલતા વીજ સ્ટેશનોને બંધ કરવાની નોબત આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં  સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ છવાય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીની અછત ઉભી થઈ શકે છે. કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગા વોટ વીજ અછત પેદા થઈ છે. ત્યારે માત્ર ઉત્તર ગુજરાત નહીં સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે ઉત્તર ગુજરાતમાં હાલના તબક્કે વીજ કાપ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરમાં ઉભા થયેલા કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ રાજ્યમાં વીજ વપરાશ વધતા વીજ કંપનીઓ વીજકાપ મુકી શકે છે. વીજ ઉત્પાદન સામે લોડનું પ્રમાણ વધતા વીજ ઉત્પાદન અને વીજ વપરાશની માંગ સરભર ના થાય ત્યાં સુધી વીજ કંપનીઓ દ્વારા વીજ કાપ મુકવાનો નિર્ણય લે તેવી શક્યતા છે. ત્યારે UGVCL, PGVCL, MGVCL, DGVCL દ્વારા વીજકાપ કરવામાં આવી શકે છે. રીયલ ટાઈમ લોડીંગ કંડીશન પ્રમાણે વીજ કાપનો નિર્ણય લેવાઈ શકે છે. બરોડા ખાતેથી વીજ વપરાશનું મોનીટરીંગ કરાઈ રહ્યું છે. વીજ વપરાશ બેલેન્સ ના કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ છવાઈ શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વીજળી કાપ રહેશે. મળતી માહિતી મૂજબ ઉત્તર ગુજરાતના ગામડાઓના દરરોજ બપોરે પાવરકાપ રહેશે. પાવર મેનેજમેન્ટ કરવામાં લોડ સેટિંગના કારણે વારંવાર વીજળી કાપ રાખવામાં આવશે. દેશમાં વીજળી ઉત્પાદન કરતા પાવર પ્લાન્ટમાં કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદનમાં મુશ્કેલી ઉભી થઇ છે. વૈશ્વિક બજારમાં વધેલા કોલસાના ભાવ અને ઓછી આવકના કારણે મુશ્કેલી સર્જાઈ છે. ઝારખંડ અને રાંચીમાં આવેલી કોલસાની ખીણમાંથી કોલસાની ઓછી આવક થઇ રહી છે. કોલસાની અછતે વીજળીની માંગ સામે ઉત્પાદન ઘટતા મુશ્કેલી સર્જાઈ છે.

કેન્દ્રીય વીજ મંત્રાલય અને અન્ય એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા આ આશંકાને વધારી રહ્યા છે. દેશમાં 135 કોલસાના પાવર પ્લાન્ટ છે, જેમાંથી 107 એટલે કે લગભગ 80 ટકા પાવર પ્લાન્ટમાં એક સપ્તાહ કરતા પણ ઓછા કોલસાનો સ્ટોક બાકી છે. આનો અર્થ એ છે કે મોટાભાગના પ્લાન્ટ મહત્તમ 7 દિવસ સુધી ચાલી શકે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code