‘ઈન્ડિયન આઈડોલ’ના પ્રથમ વિજેતા અભિજીત સાવંતનો આજે બર્થડેઃ વિજેતા બન્યાના આટલા વર્ષો બાદ ક્યા ગુમ છે આ સિંગર,જાણો
- સિંગર અભીજીત સાવંતનો 40 મો જન્મદિવસ
- ઈન્ડિયન આઈડોલ સિઝન 1 નો પહેલા જ વિજેતા બન્યા હતા
મુંબઈઃ- બોલિવૂડ જહત એક એવું સ્થાન છે જ્યા કેટલાય લોકો પોતાનું નામ બનાવવા આવે છે અને કેટલાકનાનામ કંઈક મેળવવાની આ હોળમાં ગૂમ થાય છે, કેટલાક લોકો અચાનક સ્ટાર બની તો જાય છે પરંતુ ખ્યાતિ ન મળતા આવા નામો ક્યાય ખોવાઈ જતા હોય છે એવું જ સિંગિગનું દુનિયાનું એક નામ છે અભીજીત સાવંત, અભિજીત સાવંત વર્ષ 2004 માં ‘ઇન્ડિયન આઇડોલ’ના પ્રથમ વિજેતા બન્યા હતા. દેશનો પહેલો રિયાલિટી શો હોવાથી અભિજીતનેદેશભરમાં ઓળખ મળી. તેને જીતવા માટે, લોકોએ તેને બમ્પર મેસેજીસ મોકલ્યા અને તેને શોનો વિજેતા બનાવ્યો.
આ સાથે જ દેશના લોકોએ તેના પ્રથમ આલ્બમ મોહબ્બતે લુટાઉંગાને ઘણો પ્રેમ આપ્યો. કારથી લઈને ઘર સુધી તમામ ખ્યાતિ તેના ચરણોમાં હતી. જવાની સાથે અભિજીતે ‘નચ બલિયે’માં પણ પોતાની ડાન્સ સ્કિલ બતાવી છે. તે જ સમયે, ઇન્ડિયન આઇડલ આજે પણ લોકોની પ્રથમ પસંદ છે, જો કે પહેલી જ સિઝનનો પ્રથમ વિજેતા અભિજીત આજકાલ ક્યાય સમાચારોમાં કે સોશિયલ મીડિયા પર વધુ જોવા મળતો નથી,અભિજીત સાવંતના 40 માં જન્મદિવસ નિમિત્તે તેમના વિશે કેટલીક એવી વાતો જાણો જે તમે ભાગ્યે જ જાણતા હશો.
આશીક બનાયા આપનેનું મરજાવા સોંગ બાદ અભિજીત સિંગિગ જગતમાં જોવા મળ્યો નહી
‘ઈન્ડિયન આઈડલ’ જીત્યા બાદ અભિજીત સાવંતનું પહેલું સોલો આલ્બમ ‘આપ કા અભિજીત’ સોની દ્વારા બહાર પાડવામાં આવ્યું. તેનું એક ગીત ‘મુહબ્બતેં લુટાઉંગા’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ પછી અભિજીતનું બીજું આલ્બમ ‘જુનૂન’ પણ હિટ રહ્યું હતું. આ પછી તેણે ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આશિક બનાયા આપને’ નું ગીત ‘મરજાવા’ પણ ગાયું પરંતુ તે પછી તે સિંગિગની દુનિયામાંથી ગુમ થવા લાગ્યો .
પહેલી ફિલ્મ લોટરી ફ્લોપ રહી
અભિજીત અને તેની પત્ની શિલ્પા ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ ની સિઝન 4 માં દેખાયા હતા. આ શોમાં તેમનો ડાન્સ લોકોને પસંદ ન આવ્યો. આ પછી અભિજીતે સુપરફ્લોપ ફિલ્મ ‘લોટરી’માં કામ કર્યું.
વર્ષ 2010 માં અભિજીત સાવંતને રસ્તા પર લોકોનો માર ખાવો પડ્યો હતો. ખરેખર, તેના મિત્ર અને ગાયિકા પ્રાજક્તા શુક્રે તેની કાર સાથે સ્કૂટરને ટક્કર મારી હતી. જે બાદ જનતાએ કારમાં રહેલા અભિજીત સાવંતને માર માર્યો હતો. આજે અભિજીત નાના સ્ટેજ શો કરતા જોવા મળી રહ્યો છે. બોલિવૂડમાં, તેણે ઘણી વખત પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ લોકોને તેની ગાયકી પસંદ ન પડી તેમ કહીએ તો કંઈ ખોટુ નથી, આજે તે સિંગિગ જગતમાં એક નાનુ નામ નીને રહી ગયો છે, એક સમયે પ્રસંશકોનો તે ફેવરીટ ગા.ક હતો, મોહબ્બતે લૂટાઉંગા કરોડોનું પ્રિય સોંગ બન્યું હતું