શું તમારા ફેવરિટ કપડામાંથી હવે રંગો સહીત ચા કે સાહીના ડાઘ નથી જતા, તો હવે જોઈલો આ ઉપાય તમારા કપડામાંથી જતો રહેશે રંગ
હોળી પતી ગઈ છે હોળી રમ્યા બાદ કેટલાકના કપડામાં રંગો બેસી ગયા હોય છે જો કે સામાન્ય રીતે તો બધા જૂના કડપા પહેરીને જ હોળી રમે છે પરંતુ ઘણી વખત તૈયાર થઈને બહાર નીકળ્યા હોય અને કોઈ રંગ લગાવી દે ત્યારે આપણા કપડા બગડી જાય છે જો કે આજે કેટલીક ટિપ્સ બતાવીશું જેનાથઈ તમારા કપડા પર લાગેલા રંગોને રિમૂવ કરી શકાશે.
કારણ કે પોતાની પસંદના કપડાને ક્યારે. ખરાબ થવા દેતા નથી આ આદત તો સૌ કોઈમાં સામાન્ય હોય છે, જો કોઈ ફેવરિટ કપડા ખરાબ થઈ જાય અથવા તેના પર કોઈ ડાઘા લાગી જાય તો આપણો જીવ બળી જાય છે આવી સ્થિતિમાં આપણે આપણા કપડાની ખાસ કાળજી લેવી જોઈએ, જો કપડામાં રંગનો ડાઘ પડી જાય છે તો તરત જ તેને સાફ કરવાના પ્રયત્ન કરો તેને રહેવા ન દો નહી તો તે વધુ જીદ્દી બની જાય છે,
જો કે કપડા પરના જીદ્દી ડાઘાને આપણે ઘરે રહીને ઓછા ખર્ચમાં ખૂબ જ સરળતાથી દૂર કરી શકીએ છે એ માટે આ રહી કેટલીક ટિપ્સ જેનાથી દરેક પ્રકારના કપડા પરના ડાઘાઓ થી જશે દૂર
આ સાથે જ રંગો ભરેલા કપડામાં જો કપડા સફેદ હોય તો તમે બ્લિચિંગના પાણી વડે ડાઘ કાઢી શકો છઓ,નહીતો કપડાને ગરમ પાણીમાં વોશિંગ પાવડર નાખીને પલાળી દો આમ કરવાથઈ પણ રંગ જતા રહેશે
ખાસ કરીને કપડા પર પડતા ચા ના ડાઘ ખૂબ જીદ્દી હોય છે તેને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો, જે ભાગ પર ચા લાગી હોય ત્યા ટૂથપેસ્ટ લગાવીને તેને સુકાવાદો, ત્યાર બાદ તેના પર કપડા વોશ કરવાનો પાવડર લગાવીને બન્ને હાથ વળે મસળી લો આમ કરવાથી ચા ના ડાઘ દૂક થઈ જશે.
જો કોટનના કપડા પર કોઈ વસ્તુના ડાઘ લાગી જોય તો તેના માટે તમે ન્હાવાના સાબુનો ઉપયોગ કરી શકો છો, આ માટે ડાઘ વાળી જગ્યાએ પહેલા સાબુ લગાવ ત્યાર બાદ તેના પર લીબિંનો રસ લગાવીને મસળો આમ કરવાથી કોઈ પણ ડાધ સરળતાથી નીકળી જાય છે અને કપડા ખરાબ પણ નથી થતા.
ખાસ કરીને નેઈલ પોલિશ રિમૂવર એવી વસ્તુ છે કે તેનાથી કોઈ પણ જીદ્દીમાં જીદ્દી કાટ હોય કે, દાડમના કે ચાના ડાઘ હોય તેને સરળતાથી દર કરી શકાય છે,આ સાથે જ શાહીના ડાઘ પર જો તમે નેઈલ રિમૂવર નાખીને 1 મિનિટ બાદ તેને વોશ કરી લેશો તો તે સરલતાથી દૂર થાય છે.
આ સાથે જ જ્યારે પણ બોલપેન ખીસ્સામાં રાખતા ઈન્કના ડાઘ પડી જાય છે તો તે નમક વડે નિકાળઈ શકા છે. આ માટે ડાઘ વાળી જગ્યાએ મીઠું નાખવું જેથી શાહીના ડાઘ નીકળી જશે.
બીજો એક ઉપાય છે લીબંનો રસ અને સોડા ખાર ,કોટન સિવા.ય જો કોઈ સિલ્કના ખુલ્લા કલરના કપડા પર ડાઘ લાગી જાય ત્યારે આ મિશ્રણની મદદથી ડાઘને કાઢી શકાય છે, તે માટે આ મિશ્રણ ડાઘ વાળી જગ્યાએ લગાવીને બન્ને હાથ વડે કપડાને હળવા હાથે મસળવા જેથી ડાઘ દૂર થશે.