નવરાત્રીના આરંભે જ દેશમાં કોરોનાના કેસોમાં વધારોઃ છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધુ કેસ નોંધાયા
- કોરોનાના કેસોમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધુ રકેસ સામે આવ્યા
દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ વિશ્વભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી હતી ત્યાર બાદ કોરોનાની બીજી લહેરે દેશમાં રોદ્ધ સ્વરુપ ઘારણ કર્યુ હતું જો કે ઘીમે ઘીમે કેસોમાં ઘટાડો નોંઘાતા કોરોનાની બીજી લહેત તદ્દન ઘીમી પડી હતી, ત્યારે છેલ્લા ઘણા દિવસો બાદ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો વધતા જોવા મળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે નવરાત્રિના પહેલા દિવસે કોરોનાએ લોકોની ચિંતા વધારી છે, ફરી એક વખત દૈનિક કેસો ફરી 20 હજારને પાર થયેલા જઈ શકાય છે. છેલ્લા 24 કલાકમાં 22 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 318 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 24 હજાર 602 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.
દેશમાં આજથી તહેવારોનૃ શરુ થયા છે ત્યારે કોરોના સંક્મણના કેસોમાં વધ-ઘટ પણ ચાલુ જ છે. કેટલાક દિવસોમાં કેસ વધે છે, કેટલાક દિવસોમાં કેસ ઘટતા જોવા મળે છે. ગયા અઠવાડિયે, કોરોનાના નવા કેસો ઘટીને 15 હજાર થયા હતા, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાની ગતિ ઝડપથી વધતી જોઈ શકાય છે. મંગળવારે પણ કોરોનાના કેસ 18 હજારની આસપાસ નોંધાયા હતા, પરંતુ બુધવારે નવા કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો.
જો સારી બાબત એ પણ કહી શકાય કે સક્રિય કેસ સતત ઘટી રહ્યા છે. હવે માત્ર 2.44 લાખ સક્રિય કેસ જોવા મળે છે. આ સિવાય, કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં પણ સુધારો થયો છે. હાલમાં તે દેશમાં 97.95 ટકા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સૌથી વધુ કેશ દેશના રાજ્ય. કેરળમાંથી સામે આવી રહ્યા છએ જ્યા હાલ પણ કોરોના ઝડપથી ફેલાઈ રહેલો જોવા મળી રહ્યો છે, આ સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર સહિત અન્ય ઘણા રાજ્યોમાં ચેપના કેસો પહેલાથી જ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે.