- ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બાદ ઉછાળો
- બિટકોઇનમાં 10 ટકાનો ઉછાળો
- પાંચ મહિનાની સર્વોચ્ચ કિંમતે પહોંચ્યો
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં થોડાક સમય પહેલા જોવા મળેલી તેજી બાદ તેમાં કડાકો બોલી ગયો હતો જો કે ત્યારબાદ હવે તેમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્યારે લોકપ્રિય એવી બિટકોઇનમાં 10 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આ સાથે બિટકોઇન તેના પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.
છેલ્લે બિટકોઇન 6 ટકાના ઉછાળા સાથે 54,270 ડોલરે ટ્રેડ થયો હતો. ઇથરમાં પણ 3 ટકાની તેજી જોવા મળી હતી.
બિટકોઇન 55,499 ડૉલરની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. તેમાં આ સપ્તાહે કુલ 13 ટકાનો વધારો થયો છે. બિટકોઈન એપ્રિલમાં તેના ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચ્યો હતો. એપ્રિલમાં બિટકોઈનની કિંમત 60,000 ડોલરથી ઉપર પહોંચી ગઈ હતી. જોકે, બાદમાં જુલાઈમાં તેમાં કડાકો બોલ્યો હતો. ત્યારે બિટકોઈન 30,000 ડોલરની નીચે આવી ગયો હતો.
ક્રિપ્ટોકરન્સીના ઇતિહાસમાં વોલેટિલિટી વધુ જોવા મળી છે. તેમાં ઉછાળો લાંબો સમય ટકશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરી શકાય નહીં.