- દેશના આ રાજ્યમાં હવે ટ્રાન્સજેન્ડર્સને મળશે સમાન અવસરો
- આ માટે ઓડિશા સરકાર નવી નીતિ લઇને આવી છે
- જેમાં સરકારના તમામ કાર્યલાયોમાં આ લોકોને સમાન તક અપાશે
નવી દિલ્હી: આપણા સમાજમાં કિન્નરોને જેટલું સન્માન અને અવસર મળવા જોઇએ તે નથી મળતા જેને કારણે તેઓ અનેક અધિકારોથી વંચિત રહે છે ત્યારે હવે ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર પ્રદાન કરવાની નીતિ ઓડિશાની રાજ્ય સરકાર લાવી છે. સામાજીક સુરક્ષા અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારક્ષેત્ર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં આવી ફરિયાદોના પ્રાપ્તી તારીખના 15 દિવસની અંદર નિવારણ માટે એક ફરિયાદ અધિકારી તરીકે એક અધિકારીના પદનામને નિર્ધારિત કરવામાં આવ્યું છે.
વિભાગ પ્રમુખ ફરિયાદ અધિકારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા તપાસ રિપોર્ટ પર 15 દિવસની અંદર કાર્યવાહી કરશે. નીતિને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ અધિનિયમ, 2019 અને અધિનિયમ અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો પ્રમાણે સૂચિત કરવામાં આવી હતી.
સૂચના અનુસાર, સરકાર તમામ કાર્યાલયોમાં જાતિય અભિગમ, લિંગ, રંગ, વિકલાંગતા, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા, વંશ અને ધર્મને સાઇડમાં રાખીને બધાને સમાન રોજગારના અવસર પ્રદાન કરશે. કામનો માહોલ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વિરુદ્વના કોઇપણ ભેદભાવથી મુક્ત હોય.
સેવા નિયમોમાં નિર્ધારિત આચારસંહિતા અંતર્ગત આ નીતિનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાન્સજેન્ડર લોકો માટે એક અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા, એસએસઈપીડી વિભાગ તે સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમ અને પ્રક્રિયાઓનું નિર્માણ કરશે કે તેમના સાથે કોઈ પણ સ્થિતિ, પ્રશિક્ષણ, પદોન્નતિ અને સ્થાનાંતરણ, પોસ્ટિંગ સ્તરના મામલાઓમાં ભેદભાવ ન કરવામાં આવે.