સુરતઃ શહેરની એસ.ડી જૈન કોલેજના 44 જેટલાં વિદ્યાર્થીઓ જિલ્લાના દેવઘાટ નજીકના જંગલમાં ટ્રેકિંગ માટે ગયા હતા. દરમિયાન ટ્રેકિંગ દરમિયાન ગાઢ જંગલમાં રસ્તો ભૂલી ગયા હતા. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર જંગલમાં એવા તો ફસાઈ ગયા હતા કે, કઈ બાજુ જવું તે કંઈ સમજણ પડતી નહોતી. જો કે, તેઓ ફોન પર પોતાના પરિવારની સાથે સતત સંપર્કમાં રહ્યા હોવાથી, વન વિભાગની ટીમે ગ્રુપને ટ્રેસ કર્યું હતું અને દેવઘાટના ઈકો-ટુરિઝમ પોઈન્ટ પર સુરક્ષિત રીતે પરત લાવ્યા હતા.
સુરત જિલ્લામાં આવેલું દેવઘાટ જંગલ ઘણું મોટું છે.શહેરની એસડી કોલેજના 44 જેટલા વિદ્યાર્થીઓ અને તેના ફેકલ્ટી મેમ્બર ટ્રેકિંગ માટે આવ્યા હતા. ટ્રેકિંગ દરમિયાન કોઈ ભોમિયાને સાથે રાખ્યો નહતો. વિદ્યાર્થીઓ ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભુલી ગયા હતા. અને બે ત્રણ કલાક આજુબાજુમાં ફર્યા છતાં ક્યાં જવું તેની કંઈ ખબર પડતી નહતી. બીજીબાજુ સાંજ થવા લાગતા વિદ્યાર્થીઓને ડર સતાવતો હતો. જોકે એક બાબત સારી હતી કે, મોબાઈલ ફોન ચાલુ હતા. તેથી વિદ્યાર્થીઓ સતત તેમના શિક્ષકો સાથે સંપર્કમાં હતા, વન વિભાગના અધિકારીઓએ પણ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ખોટુ સાહસ કરવામાં આવ્યું હોવાથી તેઓ જંગલના ટ્રેક પરથી ભટકી ગયા હતા.જોકે જંગલ વિભાગનો સ્ટાફ વિદ્યાર્થીઓનું લોકોશન મેળવીને તેમના સુધી પહોંચી ગયો હતો. સુરતના નાયબ વન સંરક્ષક પુનીત નાયરે જણાવ્યું હતું. કે, જો અમારી ટીમ સમયસર પહોંચી ન હોત તો વિદ્યાર્થીઓએ વધારે સમય સુધી જંગલમાં રહેવુ પડ્યું હોત, જે તેમના જીવન માટે અત્યંત જોખમી બન્યું હોત. આશરે 35 વોચમેન, બીટ ગાર્ડ્સ અને વન વિભાગના કર્મચારીઓએ એક્શનમાં આવ્યા હતા અને ગ્રુપને તાત્કાલિક ટ્રેસ કર્યું હતું ,
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતની એસડી જૈન કોલેજના 430 વિદ્યાર્થીઓ અને 22 શિક્ષકો પહેલી ઓક્ટોબરે બસ દ્વારા દેવઘાટ ઈકો-ટુરિઝમ પોઈન્ટ ગયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ ઈકો-ટુરિઝન પોઈન્ટ પર સમય પસાર કર્યો હતો, જ્યારે એક ગ્રુપ કેટલાક ફેકલ્ટી મેમ્બર્સ સાથે જંગલમાં ટ્રેકિંગ માટે ગયું હતું.