1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં 34 IPSને બઢતી અપાયા બાદ બદલીઓ કરાશે
રાજ્યમાં 34 IPSને બઢતી અપાયા બાદ બદલીઓ કરાશે

રાજ્યમાં 34 IPSને બઢતી અપાયા બાદ બદલીઓ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ હવે નવરાત્રી બાદ આઈએએસ અને આઈપીએસની બદલીનો ગંજીપો ચીપાઈ એવી શક્યતા છે. જો કે આઈપીએસ અધિકારીઓની બદલીઓ પહેલા 34 જેટલાં અધિકારીઓને પ્રમોશન અપાશે, ત્યારબાદ સાગમટે બદલીઓ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગમાં પણ બદલી અને પ્રમોશનના કારણે ઉત્તેજના જોવા મળી રહી છે. પૂર્વ સરકારમાં નિયુકત થયેલા અને જે પોલીસ અધિકારીઓને એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થયો હશે તેમને બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે, જો કે પોલીસની સામૂહિક બદલી પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે તેવી સંભાવના છે.  પોલીસમાં બઢતી આપવાનો જે નિર્ણય ગૃહ વિભાગે કર્યેા છે તે પ્રમાણે નવરાત્રિ બાદ  પ્રમોશન આપવામાં આવશે. ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડીંગ રહેલા પ્રમોશનમાં ડીઆઇડીથી આઇજીના ચાર ઓફિસરો, એસપી થી ડીઆઇજીના છ, એએસપીથી એસપીના છ અને ડીવાયએસપીથી એસપીના 18 ઓફિસરોનો સમાવેશ થાય છે.

રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે પોલીસની વિવિધ કેડરમાં પણ બઢતીની સંભાવના છે. ડીવાયએસપી કક્ષાના આમ તો 25 જેટલા ઓફિસરો છે કે જેમને એસપી બનાવવામાં આવે, પરંતુ કેટલાક સામે ખાતાકીય તપાસ અને કેસ ચાલતા હોવાથી સાત ઓફિસરો પ્રમોશનથી વંચિત રહી જાય તેવું ચર્ચાઇ રહ્યું છે. રાયના પોલીસ વિભાગમાં જિલ્લા પોલીસ વડા, મહાનગરોના પોલીસ કમિશનર અને ગૃહ વિભાગની મહત્વની જગ્યાઓ પર મોટાપાયે ફેરબદલ સંભવ છે. સચિવાલયમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે પહેલાં પોલીસ વિભાગમાં પ્રમોશન પછી ગૃહ વિભાગ તેમજ સચિવાલયના વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રમાં બદલીઓ થશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સિનિયર આઇએએસ ઓફિસરોની ફેરબદલમાં શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેમજ બોર્ડ–નિગમના મેનેજીગં ડિરેકટરોનો પણ સમાવેશ થવાની સંભાવના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code