એક અઠવાડિયામાં બીજી વખત ડાઉન થયું ઇન્સ્ટાગ્રામ,કંપનીએ યુઝર્સ પાસે માંગી માફી,સર્વિસ ફરી થઇ શરૂ
- બીજી વખત ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન
- કંપનીએ યુઝર્સ પાસે માંગી માફી
- સર્વિસ ફરી થઇ શરૂ
સોમવારે ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા એપ્સના ડાઉન થયાના એક અઠવાડિયાની અંદર જ ઇન્સ્ટાગ્રામ ફરી એકવખત ડાઉન થયું હતું.સર્વિસ ડાઉન હોવાને કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે 12 વાગ્યા બાદ લગભગ એક કલાક સુધી તેની અસર થઈ હતી. ઘણા યુઝર્સ ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટા શેર કરી શકતા ન હતા.
ઇન્સ્ટાગ્રામ ડાઉન થયા પછી, ટ્વિટર પર #instagramdownagain હેશટેગ પણ ચાલ્યું.ટ્વિટર યુઝર્સ મેમ્સ પોસ્ટ કરતા જોવા મળ્યા હતા. જો કે, થોડા સમય પછી ઇન્સ્ટાગ્રામ ફરીથી સામાન્ય રીતે ચાલવાનું શરૂ કર્યું, ત્યારબાદ યુઝર્સએ રાહતનો શ્વાસ લીધો. તો, કંપનીએ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવા બદલ અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. ઇન્સ્ટાગ્રામએ એક નિવેદન જારી કર્યું હતું કે,અમે ખૂબ જ દિલગીર છીએ અને તેને ઠીક કરવા માટે જલદીથી કામ કરી રહ્યા છીએ. એમ પણ કહ્યું કે અમે જાણીએ છીએ કે,તમારામાંના કેટલાકને હમણાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં કેટલીક સમસ્યા આવી રહી છે.
વિશ્વભરના સાયબર ક્રાઇમ નિષ્ણાતો અને સંશોધકોએ આવા વૈશ્વિક આઉટેજનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કર્યો. બ્રાયન ક્રેબ્સ નામના સાયબર ક્રાઈમ રિપોર્ટરના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સનું ડાઉન થવાનું કારણ બીજીપી એટલે કે બોર્ડર ગેટવે પ્રોટોકોલમાં આવેલી ગડબડી છે. BGP ના કારણે જ ઇન્ટરનેટ યોગ્ય રીતે કામ કરી શકે છે. ઇન્ટરનેટ ઘણા નેટવર્ક્સનું નેટવર્ક છે અને BGP નું કામ આ નેટવર્ક્સને એકસાથે જોડવાનું છે.