શેરી ગરબાઓની રમઝટમાં યુવતીઓના ફેવરીટ બન્યા ઘરારા સ્ટાઈલ ક્લોથવેર, જે આપે છે આકર્ષક અને ડ્રેડિશનલ લૂક
- શેરી ગરબાઓમાં ઘરારા સ્ટાઈલ ક્લોથવેરનો ટ્રેન્ડ
- અવનવી પ્રિન્ટ અને વર્કના ઘરારા સ્ટાઈલ કપડા આપે છે ટ્રડિશનલ લૂક
ગઈકાલથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે. કોરોનાની સ્થિતિને જોતા આ વર્ષે પણ વધુ સંખ્યામાં ગરબાનું આયોજન કરવાની પરવાનગી નથી, મર્યાદીત સંખ્યામાં માત્ર શએરી ગરબાઓને ઠૂટ આપવામાં આવી છે ત્યારે આવી સ્થિતિમાં યુવતીઓ ચળીયા ચોળીને બાદ કરતા ઘરારા સ્ટાઈલ કપડા તરફ આકર્ષાી રહી છે, મોંઘા ઘટ કપડા જ્યારે પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરતા ત્યાપે પહેરવામાં આવતા હતા જ્યારે હવે આ મોટા આયોજનો ન થવાના કારણે ચણીયાચોળી કરતા વધુ ઘરારા સ્ટાઈલને પ્રાધાન્ય મળ્યું છે.
ખાસ કરીને ઘરારા સ્ટાઈલમાં નીચે ચણીયો અથવા તો ચણીયા જેવો પહોળો પ્લાઝો હો. છે જેથી તે ચણીયા ચોળી જેવો લૂક પ્રદાન કરે છે. નવરાત્રી પહેલા અને બીજા દિવસે શેરીઓ તથા એપાર્ટમેન્ટ કે સોસોયટિઓના ગરબામાં યુવતીઓ આ ઘરારા સ્ટચાઈલ કપડમાં ગરબે ઘૂમતી જોવા મળી છે.એટલે એમ કહી શકાય છે નવરાત્રીમાં સિમ્પલ અને ડ્રેડિશનલ લૂક માટે આ ઘરારા સ્ટાઈલ વેર ફેમસ બન્યા છે.
આ ઘરારાના ઉપર કોટનની કુર્તી પહેરવામાં આવે છે જે ચણઈયા સાથે ખૂબ જ આકર્ષિત લૂક આપે છે, કુર્તીની જો વાત કરીએ તો કપર્તી પણ હવે સ્ટાઈલીશ જોવા મળે છએ, ઘરારા પર શોર્ટ કુર્તી, લોંગ કુર્તી, ત્રીપલ કટ કુર્તી, વન સાઈડ કટ કુર્તી અને ક્રોસ કટ કથા અપર ડપર કુર્તી પહેરવામાં આવે છે.
આ સાથે જ બાંઘણીમાં પણ ઘરારા જોવા મળે છે, તેના સાથે દુપટ્ટો પણ કેરી કરી શકાય છે અને દુપટ્ટા વગર પણ તે આકર્ષક લાગે છે,જ્યારે યુવતીઓ ગરબે ઘૂમે છે ત્યારે આ ઘરારાનો ઘેર વધુ હોવાથી ચણીયા ચોળી જેવો જ લૂક મળે છે.જેથી હવે ચણીયા ચોળીને બદલે કુર્તી નીચે ચણીયાનું અથવા પ્લાઝો કોમ્બિનેશન બેસ્ટ ઓપ્શન બન્યું છે.