આજે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ -દેશમાં 5.6 કરોડ લોકો ડ્રિપેશનથી પિડાઈ છે,જાણો માનસિક સ્થિતિ ખરાબ થવા લાગે ત્યારે કેવા હોય છે તેના લક્ષણો
- 10 ઓક્ટોબર એટલે માનસિક સ્વાસ્થ્ય દિવસ
- વર્ષ 1992 થી આ દિવસની ઉજવણી શરુ કરાઈ
- કોરોના મહામારીમાં ઘણા લોકો માનસિક રીતે બીમાર થયા
દિલ્હીઃ- એક વાક્ય છે જે હંમેશાથી તમે સો કોઈએ વડિલો પાસેથી સાંભ્ળયું જ હશે કે ‘બસ રુપિયા પૈસા ન હોય તો ચાલશે મનની શાંતિ હોવી જોઈએ’ ,,,,,,,,,,ખરેખર આજનો જે યુગ ચાલી રહ્યો છે જેમાં દરેક લોકોને શાંતિની ખૂબ વધુ જરુર છે મનને સ્વસ્થ રાખવું એટલું જ મહત્વનું છે જેટલું આપણું શ્વાસ લેવું મહત્વનું છે.દરેક ખાસ બાબત માટે એક ખાસ દિવસ હોય છે બસ આજે મનની શાંતિ અંગેનો દિવસ છે એમ કહીએ તો ખોટૂ ન કહેવાય, સમગ્ર વિશ્વમાં 10મી ઓક્ટોબરે 2 વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ માનસિક દિવસ મનાવવાની શરુઆતવર્ષ 1992થી થી હતી, દર વર્ષે વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઉજવાતા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની દર વર્ષની થીમ કંઈક જૂદી જૂદી હોતી હોય છે.
મન એ વિચારવાની વૃત્તિ છે. ન્યુરોલોજીના પ્રોફેસર, બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી. વિજયનાથ મિશ્રા સમજાવે છે કે દરેક વ્યક્તિના વિચારો કે વિચારો તેના સ્વાસ્થ્યનું રહસ્ય છે. વિચાર અથવા વિચારના સ્કેલમાં અસ્થિરતાને કારણે માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે, જેની સીધી અસર મગજ પર પડે છે.
કોરોનાએ વૈશ્વિક સ્તરે લોકોના માનસ પર એસર કરી
કોરોના મહામારીમાં માનસિક દર્દીઓની સંખ્યા 20% વધી છે માનસિક વિકૃતિના 80 ટકા દર્દીઓ વર્ષોથી સારવાર મેળવી શકતા નથી વિશ્વભરમાં માનસિક બીમારીથી પીડાતા 97 કરોડ દર્દીઓ છે, વિશ્વમાં 20 ટકા યુવાઓ માનસિક વિકારથી પીડિતજોવા મળે છે 10 માંથી પાંચ દર્દીઓ પણ સમજી શકતા નથી કે તેમનું મન બીમાર છે.
WHO ના જણાવ્યા પ્રમાણે ભારતમાં 5.6 કરોડ લોકો ડિપ્રેશનથી પીડાય રહ્યા છે અને 3 કરોડ 8 લાખ લોકો ચિંતાથી પીડાય છે. કુલ વસ્તીના 7.5 ટકામાં માનસિક બીમારી જોવા મળે છે. આ આંકડો 20 ટકા સુધી જઈ શકે છે. કેન્દ્રએ આ વખતે માનસિક સ્વાસ્થ્ય માટે 597 કરોડનું બજેટ આપ્યું હતું.યુવાનોની માનસિક બીમારી દેશના વિકાસ પર મોટી અસર પાડવા માટે જવાબદાર છે.
જાણો માનસિક શાંતિ ખોળવાવાના સંકેત
- અચાનક વધુ ઊંઘ આવવી અથવા તો બિલકુલ ઊંઘ ન આવવી
- પોતાની કાળજી રાખવાની ગંભીરતા ઓછી થવી
- સમાજથી અલગ અને અતડા રહેવા લાગવું
- હંમેશા નકારાત્મન ભાવ રહેવો
- મગજ નિયંત્રણથી બાહર આવવું
- શાળા, કોલેજ કે ઓફીસથી દૂર થવું, વધુ લોકોની વચ્ચે ચીડ આવવી
- કોઈ પણ વાતને સમજી ન શકવી
- વધારેપડતા ઈમોશનલ થઈને રડવું,અવાજથી પરેશાની
- વ્યવહાર તથા સ્વભાવમાં બદલાવ આવવો
જો કોઈ પણને આ લક્ષણો જણાય તો ચિંતા કર્યા વગર એક સારા માનસિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ સાથે જ તમારા મનને ખુશ રાખવાના અને શાંત રાખવાના સતચત પ્રયત્નો કરવા જોઈએ.