- ગળ્યું ના ખાવાથી શું થાય?
- કોઈ દિવસ વિચાર્યું છે?
- ફાયદા કે નુક્સાન?
વર્ષ 2019માં અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે,ગળ્યું ખાવાથી કે ન ખાવાથી માણસના શરીરમાં કેવા પ્રકારના બદલાવ જોવા મળે છે. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે,એક વ્યક્તિ દર વર્ષે સરેરાશ 28 કિલો ખાંડનો ઉપયોગ કરે છે. આ દર્શાવે છે કે વધારે પડતી ખાંડ શરીર માટે જીવલેણ સાબિત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વ્યક્તિએ દિવસમાં 6-7 ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ.
જો કોઈ ડાયાબીટીસનું દર્દી હોય તો તેને અથવા ડાયાબીટીસના દર્દી બનવા તરફ આગળ વધી રહ્યા હોય તો આ બંને કિસ્સાઓમાં તમને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
દિવસમાં માત્ર 25-30 ગ્રામ ખાંડ જ ખાવી જોઈએ, જો આનાથી વધારે ખાવામાં આવે તો બિમારીઓ લાગુ પડશે. જ્યારે અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે મહિલાઓએ પુરુષો કરતાં ઓછી ખાંડ ખાવી જોઈએ. આ સંગઠન મુજબ પુરુષોએ દિવસમાં 150 કેલરીની ખાંડ અને મહિલાઓએ માત્ર 100 કેલરી સુધીની ખાંડ જ ખાવી જોઈએ.
ગળી વસ્તુના ખાવાની અસર તમારા માનસિક વર્તાવ પર પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિ 30 દિવસ સુધી ખાંડ ખાવાનું બંધ કરે છે, ત્યારે તે પહેલા કરતા વધારે એનર્જેટીક અનુભવ કરે છે. ચીડિયાપણું ખત્મ થઈ જાય છે અને થાક ઘટવા લાગે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે ખાંડ એકદમથી જ છોડી દેશો નહીં.
ગળ્યું ઘણી રીતે ખાઈ શકાય છે, પરંતુ આપણે ખાંડનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. ખાંડનો ઉપયોગ લગભગ દરેક મીઠાઈમાં થાય છે. આવી સ્થિતિમાં મીઠાનું સૌથી મોટું મૂળ ખાંડ છે. ખાંડ સ્વાદમાં મીઠી છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઝેરથી ઓછી નથી. મીઠો સ્વાદ ભલે તમને થોડી ક્ષણો માટે સારો લાગી શકે છે, પરંતુ પાછળથી તે તમને ઘણી બિમારીઓ આપી શકે છે.
મીઠી વસ્તુઓ ખાવાનું સંપૂર્ણપણે છોડી દીધા પછી તમારું શરીર ચરબીમાંથી ગ્લુકોઝ બનાવવા માટે કીટોન્સ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને આ કીટોન્સ શરીરમાં સંગ્રહિત ચરબીને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે, જેના કારણે તમારી ચરબી ઓગળવા લાગે છે. આ પ્રક્રિયાને કીટોસિસ કહેવામાં આવે છે. પરંતુ આ રીતે વજન ઓછું કરવું હાનિકારક છે કારણ કે તમારા સ્નાયુઓમાં કીટોન્સને કારણે દુખાવો શરૂ થઈ જાય છે.