1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીર ઘાટીમાં NIAનો સપાટોઃ 16 સ્થળો ઉપર દરોડા પાડી તપાસ શરૂ કરી
કાશ્મીર ઘાટીમાં NIAનો સપાટોઃ 16 સ્થળો ઉપર દરોડા પાડી તપાસ શરૂ કરી

કાશ્મીર ઘાટીમાં NIAનો સપાટોઃ 16 સ્થળો ઉપર દરોડા પાડી તપાસ શરૂ કરી

0
Social Share

દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં ફરી એકવાર લઘુમતી હિન્દુ અને શીખ ધર્મના લોકો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ ઘાટીમાં 16 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. એવુ મનાઈ રહ્યું કે, આ દરોડા બે મામલાઓને થઈને પાડવામાં આવ્યાં છે. એક કેસ આઈએસઆઈએસ-વોયસ ઓફ હિન્દ સાથે જોડાયેલો છે જ્યારે બીજો કેસ બઠીંડી આઈઈડી રિવકરી સાથે જોડાયેલો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા બંને બનાવોને પગલે શ્રીનગર, અનંતનાગ અને બારામુલા જિલ્લામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. દરોડાની કામગીરીમાં એનઆઈએએ સીઆરપીએફની મદદ લીધી છે. વોયસ ઓફ હિન્દ પત્રિકાનો ઉદ્દેશ ભારતમાં પ્રભાવશાળી યુવાનોને ઉપસાવવા અને કટ્ટરપંથી બનાવવાનો છે. જ્યારે બીજો કેસ બંઠિંડી વિસ્તારમાં વિસ્ફોટક સામગ્રી આઈઈડી જપ્ત કરવા સંબંધનો છે.

એનઆઈએ વોઈસ ઓફ હિન્દના સંપાદક અને મુખ્ય આરોપી ઝુફરી જવાહર દામુદીની ધરપકડ કરાઈ હતી. એનઆઈએ હાસન રોડની કન્સ્ટ્રકશન કંપનીના ડ્રાઈવર નઈમ અહમદ ભટના ઘરે દરોડા પાડ્યાં હતા. બાગી નંદસિંહ ચટ્ટાબલના મુશ્તાક અહમદ દાર વિસ્તારમાં આવેલા ઘર, સોલીના પાઈનમાં રહેતા સુહેલ અહમદ ભટના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાં હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસમાં સામે આવ્યું કે સીરિયા-ઇરાકમાં આઈએસના પતન બાદ અમીને માર્ચ 2020માં ધાર્મિક પ્રવાસ અને આતંકવાદી કૃત્યોમાં સામેલ થવા માટે કાશ્મીરનો પ્રવાક કર્યો હતો કાશ્મીરના આરોપી મહંમદ વકાર લોન ઉર્ફે વિલ્સન કાશ્મીરી અને તેમના સાથીઓ પાસેથી ઘન એકત્ર કર્યું હતું.

અધિકારીએ કહ્યું કે, કાવતરા અનુસાર અમીનના નિર્દેશ ઉપર કેસના આરોપીઓ દ્વારા બેંકિગ ચેનલો અને ડિજીટલ પેમેન્ડ વિધિઓના માધ્યમથી લોનનું ધન પણ ટ્રાન્સફર કર્યું હતું. અમીન અને તેમનો સહયોગી ભારતમાં ઝિહાદ અને ગેરકાનૂની પ્રવૃતિમાં સામેલ કરવા માટે મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યાં છે. કાશ્મીર અને કેરલમાં કેટલાક વિસ્તાર અને કર્ણાટકમાં નેટવર્કને ફેલાવવામાં સફળ રહ્યાં છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code