અમદાવાદ : શહેરમાં ઘણીબધી હાઉસિંગ સોસાયટીઓમાં ચાલતા પીજી સામે સ્થાનિક રહીશો વાંધો ઉઠાવી રહ્યા છે. આથી બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. કોલેજમાં શિક્ષણકાર્ય શરૂ થયું છે ત્યારે બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ હજુ બંધ છે. ઉપરાંત સોસાયટીઓમાં ચાલતા PGને લઈને પણ વિરોધ થયો હતો. જેથી PG સંચાલકોએ મુખ્યમંત્રીને PG અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવા રજુઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ઘણીબધી સોસાયટીઓમાં પીજી માટે ફ્લેટ્સ ભાડે ન આપવાનો નિયમ છે. આથી મકાનના મુળ માલિક અને આજુબાજુના રહીશો વચ્ચે બોલાચાલી પણ થતી હોય છે. અમદાવાદના પી જી સંચાલક કૃણાલ રાજપરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શહેરના મકરબા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં pg સંચાલક અને વિદ્યાર્થીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ અહી રહેતા અનેક વિદ્યાર્થીઓના સપના રોળાય જાય તેવું લાગી રહ્યું છે. ગાંધીધામથી આવેલા એક વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પણ આ વિરોધને કારણે તૂટી ગઈ છે. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે મિકેનિકલ ટેકનિકલનો અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો છે. એવામાં આ પરિસ્થિતિને લઇને તે ટેન્શનમાં આવી ગયો છે. સોસાયટીઓ દ્વારા PG સામે વાંધા ઉઠાવાય છે.
PG સંચાલકોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રો સિટીમાં અભ્યાસ માટે દૂર દૂરથી અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. તેમને તમામ સુવિધા અને સેફ્ટી મળી રહે તે હેતુથી તેઓ PGમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક સોસાયટીઓ દ્વારા PGને લઈને વાંધા ઉઠાવાઈ રહ્યા છે. સોસાયટીની હેરાનગતિથી બાળકોના ભવિષ્ય જોખમાશે અંગે તેમને સરકાર જાણ કરી છે . PGના તમામ કાયદાનું પાલન સાથે વિદ્યાર્થીઓનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે છતાં PGના ચાલવું જોઈએ તેવું મોટા ભાગની સોસાયટીઓ વાંધો ઉઠાવે છે જે બાદ શું કરવું એ રાજ્યના ગૃહ વિભાગ, શિક્ષણ મત્રી અને મુખ્યમંત્રી પર નિર્ભર છે.