- ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળ વચ્ચે યુદ્વાભ્યાસ યોજાશે
- આ યુદ્વાભ્યાસમાં અમેરિકાનું પરમાણુ હથિયારોથી લેસ એરક્રાફ્ટ કાર્લ વિન્સન પણ સામેલ થશે
- મલબાર અભ્યાસના બીજા ફેઝમાં ભારતીય નૌકાદાળ INS રણવિજય અને INS સાતપુડાને ઉતારશે
નવી દિલ્હી: ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળ વચ્ચે આગામી 12 થી 15 ઑક્ટોબર દરમિયાન સંયુક્ત યુદ્વાભ્યાસ હાથ ધરવામાં આવશે. આ યુદ્વાભ્યાસમાં અમેરિકાનું પરમાણુ હથિયારોથી લેસ એરક્રાફ્ટ કાર્લ વિન્સન પણ સામેલ થશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ યુદ્વાભ્યાસ દરમિયાન ચારેય દેશો તેમના ફ્રન્ટલાઇન યુદ્વજહાજોનું પ્રદર્શન કરશે અને અનય નૌકાદળની અન્ય શક્તિઓનું પ્રદર્શન પણ કરાશે. મલબાર અભ્યાસના બીજા ફેઝમાં ભારતીય નૌકાદાળ INS રણવિજય અને INS સાતપુડાને ઉતારશે.
આ ઉપરાંત એક સબમરીન તેમજ મેરીટાઇલ પેટ્રોલમાં વરાતું પી-81 પ્રકારનું લોન્ગરેન્જ વિમાન પણ ભારત તરફથી સામેલ થશે. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલનું કહેવું છે કે મલબાર અભ્યાસના પહેલા ફેઝમાં ચારેય દેશો વચ્ચે બનેલા સારાં સંબંધો બીજા ફેઝ બાદ વધુ સારાં બનશે.
યુએસના કાર્લ વિન્સનની વાત કરીએ તે આ એરક્રાફ્ટ અમેરિકાના અનેક મહત્વપૂર્ણ ઓપરેશનનું ભાગ રહ્યું છે. જેમાં ઑપરેશન ડેઝર્ટ સ્ટ્રાઇક, ઑપરેશન ઇરાકી ફ્રીડમ, ઑપરેશન સધર્ન વોચ અને ઑપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ સામેલ છે.
મહત્વનું છે કે, જાપાન મેરિટાઇમ સેલ્ફ ડિફએન્સ ફોર્સ હેલિકોપ્ટર કેરિયર જે.એસ. કાગા અને મુરાસામે ક્લાસ ડિસ્ટ્રોયર જે.એસ. મુરાસામેનું પ્રદર્શન કરશે.