જે મહિલાઓ હાઈ હીલ પહેરે છે? તેમણે ચેતી જવાની જરૂર, પગને આ રીતે કરે છે નુક્સાન
- હાઈ હીલ પહેરવાના શોખીન છો?
- તો ચેતી જજો
- પગને આ રીતે કરે છે નુકસાન
કેટલીક સ્ત્રીઓને હાઈ હીલ પહેરવાનો ગજબ શોખ હોય છે, તેમને હીલ પહેરવાની અત્યંત મજા આવતી હોય છે પણ તે તમામ મહિલાઓએ ચેતી જવાની જરૂર છે. મહિલાઓને ઊંચા અને સુંદર દેખાવા માટે પાર્ટી, શોપિંગ અને ઓફિસમાં હીલ પહેરવી ગમે છે.
જાણકારી અનુસાર હાઈ હીલ્સ પહેરવાને કારણે કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે, જે ઘૂંટણને અસર કરે છે. સતત હાઈ હીલ પહેરવાથી ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. હીલ પહેરવાને કારણે, પગની આર્ચ પર અસર પડે છે, જેના કારણે પગ સામાન્યની સરખામણીમાં સહેજ વક્ર થઈ જાય છે. લાંબા સમય સુધી હીલ પહેરવાથી પગમાં ઘણો દુખાવો થાય છે. આ કારણે ઉઘાડપગું ઉભા રહેવું મુશ્કેલ બની જાય છે. પગમાં ખેંચાણ અનુભવાય છે અને પગના અંગૂઠામાં પણ દુખાવો થાય છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તે હાઈ હીલના કારણે નિષ્ણાતોના મતે, હંમેશા હીલ પહેરવાના કારણે પગના હાડકાં, કમરનું હાડકું, હિપ્સ પર અસર પડે છે. આ સાથે, તમારું પોશ્ચર પણ બગડે છે. હીલ પહેરવાથી હાડકામાં ફ્રેક્ચર થવાની શક્યતા પણ વધી જાય છે. કલાકો સુધી હીલ પહેરવાને કારણે કમર અને પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આ કારણે, સ્નાયુઓમાં તણાવ થતો હોય તેવું લાગવા લાગે છે. આ સિવાય પગની એડી, ઘૂંટણ અને હિપ્સમાં દબાણને કારણે સર્વાઇકલનું જોખમ વધે છે.