ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં આ વર્ષે પણ 1240 વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ,ગુજરાત માટે ગર્વની વાત
- જીટીયુમાં 1240 વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ
- ગુજરાત માટે ગૌરવની વાત
- GTUના રજીસ્ટ્રાર એન.કે.ખેરે આપી જાણકારી
અમદાવાદ:ભારતમાં આફ્રિકા,અફ્ઘાનિસ્તાન,બાંગ્લાદેશ,ભૂતાન,નેપાળ,અલ્બાનિયા,ચાડ,ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા,સીરીયા લેઓન,ટોગો જેવા દેશોના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે, આ વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પસંદ કરવામાં આવે છે, કારણ છે કે GTUનું ભણતર.
GTUના રજીસ્ટ્રાર એન.કે. ખેરે દ્વારા જણાવવામાં આવ્યું કે એક તરફ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જઈ રહ્યાં છે, જયારે બીજી બાજુ GTUમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
જાણકારી અનુસાર ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (ICCR) દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા,ચાડ,ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા, સીરીયા લેઓન, ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં વિશ્વના મોટા ભાગની શાળા કોલેજોમાં ભણતરની વ્યવસ્થાને અસર પડી હતી, પણ ત્યારે પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જરૂરી પગલા ભરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સમય પર યોગ્ય શિક્ષણ આપ્યું છે.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરના વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણ મેળવીને દેશની પ્રગતિમાં સિંહફાળો આપી રહ્યા છે જો કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કોરોનાકાળ દરમ્યાન વધુ એક સિદ્ધિ મેળવી છે જે પ્રશંસાને પાત્ર છે.
કોરોનાકાળમાં વિવિધ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં કોરોનાકાળ દરમ્યાન વિદેશી વિદ્યાર્થીઓ (foreign students) ની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.