- બંગાળની ખાડીમાં માલાબાર નૌકાદળના અભ્યાસનો બીજો તબક્કો શરૂ
- ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ભાગ લીધો
- આ અભ્યાસાં P-8I વિમાનો પણ ભાગ લીધો
નવી દિલ્હી: બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ માલાબાર નૌકાદળના અભ્યાસનો બીજો તબક્કો શરૂ કર્યો. આ ત્રણ દિવસનો અભ્યાસ ઓગસ્ટમાં યોજાયેલા પ્રથમ તબક્કા દરમિયાન વિકસિત સુમેળ અને સંકલન પર આધારિત છે. નૌકાદળે આ જાણકારી આપી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રશાંત મહાસાગરના ટાપુ ગુઆમ પર 26-29 ઑગસ્ટ દરમિયાન અભ્યાસનો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ડિસ્ટ્રોયરસ યુદ્વ જહાજ, કોર્વેટ, સબમરીન, હેલિકોપ્ટર, લાંબા અંતરના દરિયાઇ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને યુએસ નેવી સીલ, ભારતીય નૌકાદળના વિશિષ્ટ દળો સમાવિષ્ટ છે.
ભારતીય નૌસેના બીજા તબક્કામાં INS રણવિજય, INS સતપુરા, P-8I લાંબા અંતરના દરિયાઈ પેટ્રોલિંગ વિમાન અને એક સબમરીન સાથે ભાગ લઈ રહી છે. યુએસ નેવીનું પ્રતિનિધિત્વ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ કાર્લ વિન્સન દ્વારા યુએસએસ લેક ચેમ્પલેન અને યુએસએસ સ્ટોકડેલ સાથે કરવામાં આવે છે. જાપાન જેએસ કાગા અને જેએસ મુરાસમે સાથે ભાગ લઈ રહ્યું છે અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવીએ કવાયત માટે HMAS બલ્લારત અને HMAS સિરિયસ મોકલ્યા છે.
આપને જણાવી દઇએ કે વર્ષ 1992માં ભારત અને અમેરિકા વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસની માલાબાર શ્રેણી શરૂ કરવામાં આવી હતી. વર્ષોથી તેનો વ્યાપ અન જટિલતા વધી છે. અભ્યાસની વર્ષ 2005ની આવૃત્તિમાં, ભારતીય અને યુએસ નૌકાદળના વિમાન વાહક જહાજોએ પ્રથમ વખત એક સાથે કામ કર્યું. વર્ષ 2014માં, જાપાનીઝ મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ અભ્યાસમાં કાયમી સહભાગી બન્યા.
નૌકાદળે અગાઉ નવેમ્બર 2020 માં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માલાબાર બેનર હેઠળ જટિલ નૌકા કવાયત હાથ ધરી હતી. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન દ્વારા 2017 ના અંતમાં પુનરુત્થાન પામેલા બેઇજિંગ ચતુર્ભુજ સુરક્ષા સંવાદ અથવા ક્વાડથી સાવચેત છે.