કોરોના વેક્સિનમાં ગાંધીનગર, જુનાગઢ અને સુરતમાં 100 લક્ષ્યાંક સિદ્ધઃ રાજકોટમાં 98 ટકા સફળતા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. અને ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત, ગાંધીનગર, અને જુનાગઢ એવા શહેર બની ગયા હતા કે જેમની 100 ટકાથી વધુ વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.આ સાથે જ રાજયનાં અમદાવાદ, રાજકોટ,વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ 90 ટકાથી વધુ લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચુકયા છે. આ શહેરોમાં કુલ મળીને 97 ટકા ટાર્ગેટ વસ્તીને પ્રથમ ડોઝ મળી ગયો છે. જે રાજયનાં સરેરાશ 89 ટકાથી વધુ છે.
રાજ્યમાં હવે લોકોમાં પણ વેક્સિન લેવા માટેની જાગૃતી આવી રહી છે. બીજા ડોઝ લીધો હોય તેવા લોકોની સંખ્યા સરેરાશ 44 ટકા છે. જેની તુલનાએ આ 8 મહાનગરોમાં બીજો ડોઝ મેળવનારા સરેરાશ 52 ટકા લોકો છે. એનો અર્થ એ છે કે પ્રથમ ડોઝ લઈ ચુકેલા લોકોમાંથી અડધાથી વધુ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. આ સાથે જ 83 લાખ લોકો એવા છે કે જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે.પરંતુ હજુ બીજો ડોઝ લીધો નથી. રાજયના રસીકરણ વિભાગે આ બાબતને સુનિશ્ચિત કરવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે કે આ લોકો રસીના બન્ને ડોઝ લઈ લે. રાજયનાં રસીકરણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, જે લોકો હજુ બીજો ડોઝ લેવા આગળ નથી આવ્યા તેનો અમે મનપા સાથે મળી નજીકનાં બુથ પર રસી લેવાનું માર્ગદર્શન આપી રહ્યા છીએ. ગુજરાતના પ્રથમ રાજયોનાં ભારતમાં બીજા સ્થાને છે. જેની 89 ટકા વસતી પ્રથમ ડોઝ તેમજ 44 ટકા વસ્તીએ બીજો ડોઝ લઈ લીધો છે.
આ બાબતમાં પહેલા સ્થાને કેરળ છે. જયારે એમ.પી.ગુજરાતની સાથે બીજા સ્થાને છે. કેન્દ્રના આંકડાઓ મુજબ હિમાચલ પ્રદેશની 100 ટકા તેમજ જમ્મુ-કાશ્મીરનાં 97 ટકા વસ્તી પ્રથમ ડોઝ લઈ ચુકી છે.
રાજયમાં સંબંધિત ત્રીજી લહેરને ખાળવા તહેવારોની સિઝન પૂર્વે જ વધુને વધુ લોકોને રસીથી રક્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઝડપથી શહેરી વસ્તીને બન્ને ડોઝ અપાવાનું લક્ષ્ય છે. જે માટે અવારનવાર કેમ્પ સહીતનાં આયોજનો કરવામાં આવી રહ્યા છે શહેરોનાં તબીબોનું કહેવુ છે કે રસીકરણમાં ઝડપને પગલે અમદાવાદ જેવા મહાનગરોમાં કેસ પણ વધ્યા છે. તેમજ સંક્રમણ બાબતે લોકોની ગંભીરતા પણ વધી છે.