દેવાના બોજ હેઠળ વિશ્વ: વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની સર્વાધિક સપાટીએ પહોંચ્યું
- કોરોના મહામારીને કારણે વૈશ્વિક દેવું વધ્યું
- સમગ્ર વિશ્વ દેવાના બોજ હેઠળ દબાયું છે
- વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની સર્વાધિક સપાટીએ પહોંચ્યું
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે વિશ્વના અનેક દેશોનું અર્થતંત્ર પ્રભાવિત થયું હતું જેને કારણે હવે સમગ્ર વિશ્વ દેવાના બોજ હેઠળ દબાયું છે. તેના કારણે વૈશ્વિક દેવામાં વધારો થયો છે. વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની સર્વાધિક સપાટીએ પહોંચી ગયું હોવાનું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું હતું. વર્ષ 2021માં ભારતનું દેવું વધીને જીડીપીના 90.6 ટકા થવાની ધારણા છે.
IMFના રિપોર્ટમાં વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું છે કે, સરકારો અને બિન-નાણાકીય કોર્પોરેશનોનું દેવું 2020માં 26 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે જે વર્ષ 2019 થી 27 ટ્રિલિયન યુએસ ડોલરનો વધારો થયો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.
ભારતનું દેવું 2016 માં તેના GDP ના 68.9 ટકાથી વધીને 2020 માં 89.6 ટકા થયું છે. 2021 માં તે ઘટીને 90.6 ટકા અને પછી 2022 માં 88.8 ટકા થઈ જશે. સમય, તે 2026 માં ધીમે ધીમે 85.2 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.
IMFએ કહ્યું હતું કે, વાયરસના નવા નવા સ્વરૂપો, ઘણા દેશોમાં રસીનું અપર્યાપ્ત કવરેજ અને કેટલાક લોકો માટે રસીકરણની સ્વીકૃતિમાં વિલંબ હવે અવનવી સમસ્યાઓ તરફ દોરી શકે છે અને જાહેર બજેટ પર પણ દબાણ લાવી શકે છે.